શું નોટ પર જોવા નહીં મળે મહાત્મા ગાંધીની તસવીર? આરબીઆઈએ જણાવી હકીકત

ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેન્ક નોટ પર મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. મહત્વનું છે કે એક રિપોર્ટમાં આ વાત સામે આવ્યા બાદ આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે. 

શું નોટ પર જોવા નહીં મળે મહાત્મા ગાંધીની તસવીર? આરબીઆઈએ જણાવી હકીકત

નવી દિલ્હીઃ શું આવનારા સમયમાં મહાત્મા ગાંધીની તસવીરને નોટ પરથી હટાવી દેવામાં આવશે? સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા પર ભારતીય રિઝર્વ બેન્ક તરફથી સ્પષ્ટતા સામે આવી છે. ભારતની કેન્દ્રીય બેન્ક અનુસાર આવો કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો નથી. મહત્વનું છે કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રવિન્દ્ર નાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટોવાળી નવી નોટ જલદી જાહેર થઈ શકે છે.

ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે નોટ પર મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું કે કેટલીક જગ્યાએ એવા સમાચાર જોયા છે કે રિઝર્વ બેન્ક મહાત્મા ગાંધીના ફોટોવાળી વર્તમાન મુદ્રાઓ અને બેન્ક નોટને બદલી તેના પર અન્ય લોકોના ફોટોવાળી નોટ અને ચલણ લાવવા પર વિચાર કરી રહ્યું છે. પરંતુ આરબીઆઈ પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી.

— ANI (@ANI) June 6, 2022

નોંધનીય છે કે ન્યૂઝ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આરબીઆઈ એપીજે અબ્દુલ કલામ અને રવિન્દ્ર નાથ ટાગોરના તસવીર વાળી નોટ જાહેર કરવા પર વિચાર કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે નાણામંત્રાલય હેઠળ સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મહાત્મા ગાંધી, એપીજે અબ્દુલ કલામ અને ટાગોરના વોટરમાર્કવાળા બે સેટ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર દિલીપ સાહની પાસે મોકલ્યા છે. પ્રોફેસરને આ બે સેટમાંથી પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ તેને સરકાર સામે રજૂ કરવામાં આવશે. 

નોંધનીય છે કે જાપાન અને અમેરિકામાં એકથી વધુ વ્યક્તિઓના ફોટોવાળી નોટો છાડપામાં આવે છે. અમેરિકી ડોલર પર જોર્જથી વોશિંગટન અબ્રાહમ લિંકનની એક તસવીર જોવા મળશે. તો જાપાનના યેન પર પણ ઘણી તસવીર જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news