BREAKING: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો મોટો નિર્ણય

જામનગરના અતિ ચકચારી વકીલ કિરીટ જોશી મર્ડર કેસ અને જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જામનગરના હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો.

BREAKING: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો મોટો નિર્ણય

જામનગર/મુસ્તાક દલ: ભુમાફિયા જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જામનગર પોલીસની આખરે મહેનત રંગ લાવી છે. વકીલ કિરીટ જોશીના મર્ડર અને ગુજસીટોકના આરોપીને ભારત પરત મોકલવા લંડન કોર્ટે નિર્ણય કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ જયેશ પટેલને ભારત લાવવામાં આવશે. જામનગર પોલીસને આખરે મોટી સફળતા મળી છે.

મહત્વનું છે કે, જામનગરના અતિ ચકચારી વકીલ કિરીટ જોશી મર્ડર કેસ અને જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જામનગરના હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો.

ત્યાંથી ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસના પ્રયાસો ચાલુ હતા જેમાં અંતે પોલીસને સફળતા મળી છે. લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ જયેશને ભારત પરત લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news