ગુજરાતમાં માવઠાની અસર શરૂ, ભર ઉનાળામાં અનેક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો

Gujarat Weather Update : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 3 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી... સાવચેતીના ભાગરૂપે હાપા અને ભાવનગર માર્કેટયાર્ડમાં પાકની આવક કરાઈ બંધ.....
 

ગુજરાતમાં માવઠાની અસર શરૂ, ભર ઉનાળામાં અનેક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો

Gujarat Weather Update : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 3 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આજે સવારથી જ કમોસમી વરસાદે દસ્તક આપી છે. અંબાજી, અમરેલી, મહેસાણા, મહીસાગર જેવા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, અને વરસાદ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, સવારે 7.30 વાગ્યાથી આગામી  3 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો સાથે જ વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. મહીસાગર, પંચમહાલ , દાહોદ , નર્મદા , સાબરકાંઠા , બનાસકાંઠા માં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પવનની ગતિ પણ 40 કિમિ પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગની આગાહી છે. 

રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. આ આગાહી વચ્ચે અંબાજી અને મહેસાણામાં માવઠું પડ્યું છે. 5, 6 અને 7 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ રહેશે, જેમાં 
નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી છે. 5 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદરમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીના લીધે યાર્ડમાં પાકની આવક બંધ કરાઈ છે. હાપા અને ભાવનગર યાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોનો પાક ના બગડે તેના માટે આવક બંધ કરાઈ છે. 

અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ 
અંબાજી પંથકમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા વધી છે. અંબાજીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ નોંધાયો છે. ઉનાળાના પ્રારંભે ગાજવીજ સાથે અંબાજીમાં વરસાદ જોવા મળ્યો છે. કમોસમી માવઠાથી તૈયાર પાકને નુકસાન થવાનો ખેડૂતોને ડર છે. ઉનાળાના પ્રારંભે માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે. બનાસકાંઠાના પાલનપુર, અંબાજી, ધાનેરા, ડીસા,કાંકરેજ, દાંતીવાડા, કાંકરેજમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદથી ખેતરમાં તૈયાર કરેલા બટાટા, રાયડો, ઘઉં જેવા પાક બગડવાની ભીતિ છે. 

મહીસાગરમાં માવઠુંથી ખેડૂતો પરેશાન
મહીસાગરમાં વહેલી સવારે માવઠું જોવા મળ્યું છે. ઉનાળાના પ્રારંભે માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. આ માવઠાથી પશુઓ માટેના ઘાસચારાને ભારે નુકસાન પહોંચી શકે છે. માવઠાથી પાકને નુકસાન થવાનો ખેડૂતોને ભય છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
અરવલ્લીના માલપુર સહિત કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા નોંધાયા છે. વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જો વધુ માવઠું થાય તો ઘઉં, ચણા અને બટાકાના પાકને નુકસાન થઈ શકે છે. જિલ્લામાં 79 હજાર હેક્ટરમાં ઘઉં, 19 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરાયું છે. જિલ્લાના 12 હજાર હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કરાયું છે. જેને આ માવઠાથી અસર પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news