USA VISA: ગુજરાતીઓને બોલાવે છે અમેરિકા! US Visa નો વેઇટિંગ પીરિયડ ઘટ્યો, હવે આટલાં દિવસમાં વિઝા

USA VISA: અમેરિકી સરકારે ભારતીયો માટે વિઝા પ્રોસેસ સરળ બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે. અમેરિકા જવા માગતા ભારતીયોએ હાલ વિઝા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ સમયગાળો ઘટાડવા માટે લાંબા સમયથી માગ થઇ રહી છે.

USA VISA: ગુજરાતીઓને બોલાવે છે અમેરિકા! US Visa નો વેઇટિંગ પીરિયડ ઘટ્યો, હવે આટલાં દિવસમાં વિઝા

USA VISA: દરેક ગુજરાતી માટે USA જવું એક સપનું હોય છે. આ માટે તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. સૌથી વધુ ક્રેઝ પાટીદારોમાં છે અને હવે સમય બદલાઈ રહ્યો છે. ગુજરાતીઓ પૈસા ખર્ચીને ખોટા રસ્તે પણ અમેરિકા પહોંચવા હંમેશાં તૈયાર હોય છે. એ માટે લેભાગુ એજન્ટો પણ તૈયાર બેઠા હોય છે. હવે જે કાયદેસર રીતે નિયમોને આધિન જવા માગે છે એમના માટે એક ખુશખબર આવી છે કે અમેરિકાએ વિઝા માટે વેઇટિંગ સમય એક હજારથી ઘટાડી ૫૮૦ દિવસ કરી દીધો છે. આ એક સૌથી મોટા સમાચાર છે. કોરોનાકાળમાં બેકલોગ વધતા સમસ્યા નિવારવા શ્રેણીબદ્ધ પગલાં લેવા વિચારણા કરાઈ રહી છે. જે અંતર્ગત આ નિર્ણય લેવાયો છે. અમેરિકી સરકાર એમ્બેસી અને દૂતાવાસના સ્ટાફની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. રિન્યુઅલ વિકલ્પો H-1B, હાલમાં વિઝા માટેની H-4, L-1 અને L-2 વિઝાધારકો માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં વિઝાની એપોઇન્ટમેન્ટ માટે દોઢથી બે વર્ષ રાહ જોવી પડે છે. જેના સમયગાળામાં સરકારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 

અમેરિકી સરકારે ભારતીયો માટે વિઝા પ્રોસેસ સરળ બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે. અમેરિકા જવા માગતા ભારતીયોએ હાલ વિઝા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ સમયગાળો ઘટાડવા માટે લાંબા સમયથી માગ થઇ રહી છે. આ સંદર્ભે એક પ્રશ્નના ઉત્તરમાં અમેરિકી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લોકોના લોકો સાથેના સંબંધો જ ભારત-અમેરિકા સંબંધોનો આધાર છે. વિઝા પ્રોસેસમાં લાગતો સમય મહત્વનો છે અને અમે આ સમયગાળો ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. 

કોરોનાકાળના સમયે વધી ગયેલા બેકલોગને પહોંચી વળવા અમેરિકી વિદેશ વિભાગ, અભ્યાસ. બિઝનેસ, વર્ક, અને સગા સબંધી સાથેની મુલાકાત માટે વધુ ઝડપથી અને વધુ સરળતાથી વિઝા મેળવી શકે તે હેતુસર અમેરિકા જવા ઇચ્છતા ભારતીયોને સુનિશ્ચિત કરવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓ અંગે સક્રિયપણે વિચારણા કરી રહ્યું છે. અમેરિકા જવા ઈચ્છતા હજારો વિદ્યાર્થીઓ, ગેસ્ટ કામદારો, વેપારીઓ અને પરિવારોને સામનો કરવો પડતી અસુવિધા, મુશ્કેલીઓ નિવારવા માટે આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. ટેકનિકલ સેક્ટરમાં ગુલાબી સ્લિપની વધતી સંખ્યાને કારણે આ સમસ્યા વધુ વકરી છે. ટેકનીકલ સેક્ટરમાં H-1B વિઝા પરના ભારતીય ગેસ્ટ કામદારોએ બે મહિનાની અંદર વૈકલ્પિક રોજગાર- જોબ સૌધી લેવા અથવા સ્વદેશ પાછા ફરવાના વિકલ્પની જોગવાઈને કારણે આ સમસ્યા વધુ જોવા મળી છે. રીન્યુઅલ વિકલ્પો H-1B, H-૪, L-૧ અને L-૨ વિઝા ધારકો માટે ઉપલબ્ધ હશે અને આખરે અન્ય શ્રેણીમાં તેનો વ્યાપ વિસ્તારી શકાશે.

અમેરિકાએ વિઝા માટે રાહ જોવાનો સમય ૧,૦૦૦ દિવસથી ઘટાડીને ૫૮૦ દિવસ કરવામાં આવ્યો છે. આ પગલાંમાં ભારતમાં અમેરિકી એમ્બેસી અને વાણિજ્ય દૂતાવાસમાં સ્ટાની સંખ્યામાં વધારો કરવા, અગાઉ અમેરિકાની મુલાકાત લીધી હોય તેવા પ્રવાસીઓ સહિત લો રિસ્ક ધરાવતા પ્રવાસીઓ માટે ઇન્ટરવ્યુ રદ કરવા, તેમજ થાઈલેન્ડ સહિત અન્ય દેશોમાં દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સને ભારતીયોની વિઝા અરજીઓ સ્વીકારવા માટે નિર્દેશ કરવા, વગેરેનો સમાવેશ થાય છે. હવે સારી બાબત એ છે કે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે લોકોના લોકો સાથેના સંબંધો જ ભારત સાથેના સંબંધોનો આધાર  છે. જેને પગલે અમેરિકા વિઝા પ્રોસેસ સરળ બનાવશે અને  ભારતીયોએ વધુ રાહ નહીં જોવી પડે. વિઝા માટેનો સમય ઘટાડવો અમારી પહેલી પ્રાથમિકતા છે. વિઝા માટે તો સમય ઘટાડવા ઘણા પગલાં ભર્યા છે. ગુજરાતીઓ માટે આ સૌથી મોટી ખુશખબર છે કારણ કે ગુજરાતમાંથી અમેરિકા જવાનો ક્રેઝ એ સૌથી વધુ છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર બનવું એ દરેક ગુજરાતીનું સપનું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news