ગુજરાતના આ શહેરમાં જમવા જશો તો ભૂખે મરશો..બધી હોટલો બંધ...પાડાના વાંકે પખાલીને ડામ!

'લાંચ આપો તો ખુલી જાય છે હોટલોના સીલ' ગુજરાતના આ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરતાં વિરોધનો વંટોળ. પૈસા લઈને તંત્રના અધિકારીઓ સીલ ખોલી આપતા હોવાનો વેપારીઓનો આક્ષેપ. તંત્રમાં ખળભળાટ...

ગુજરાતના આ શહેરમાં જમવા જશો તો ભૂખે મરશો..બધી હોટલો બંધ...પાડાના વાંકે પખાલીને ડામ!
  • રાજકોટ આગકાંડ મામલે કાર્યવાહી કરતાં વિરોધ
  • હોટલ, રેસ્ટોરન્ટ અને બેંક્વેટ હોલ સીલ કરતાં વિરોધ
  • હોસ્પિટાલિટી એસોસિએશને આજે બંધનું એલાન આપ્યું
  • રાજકોટમાં આજે ખાણી-પીણી માટે રેસ્ટોરન્ટ બંધ
  • ફાયર NOC અને BUP ન હોવાથી સીલ મરાતા વિરોધ
  • હોસ્પિટાલિટી એસોસિએશને લગાવ્યો ગંભીર આરોપ
  • હોટલોના સીલ ખોલવા માટે લાંચ માગ્યાનો આરોપ
  • લાંચ આપો અને હોટલોના સીલ ખોલી આપતા હોવાનો આરોપ
  • રાજકોટમાં અલગ અલગ 600 જેટલી પ્રોપર્ટી સીલ કરેલી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના આ શહેરમાં આજે હેરાન થશે લોકો. બહાર જમવા જવાનું વિચારતા હોવ તો પડતો મુકજો વિચાર...નહીં તો ભૂખે મરશો. કારણકે, આખા શહેરમાં કોઈપણ ખૂણે જશે બધે જ મળશે બંધના પાટિયા. મોજિલા મિજાજવાળું શહેર આજે મૌન છે. અહીં વાત થઈ રહી છે રંગીલા રાજકોટની. જીહાં તમે રાજકોટ શહેરમાં હોવ અને આજે બહાર જમવા જવાનો પ્લાન કરતા હોવ તો વિચાર બદલી નાંખજો નહીં તો આવશે ભૂખે મરવાનો વારો. કારણકે, આજે આ શહેરની લગભગ તમામ હોટલ અને રેસ્ટોરાં બંધ છે. જે બે-ચાર ચાલુ હશે ત્યાં પણ તમને નહીં મળે પગ મુકવાની જગ્યા.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2024

 

આમાં તમારો કોઈ વાંક નથી, આતો પાડાને વાંકે, પખાલીને ડામ જેવી સ્થિતિ છે. તંત્રના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે રાજકોટ શહેરની મોટા ભાગની હોટલો બંધ છે. રાજકોટમાં ગેમ ઝોનમાં આગકાંડ બાદ ઘણી બધી હોટલો સીલ કરવામાં આવી હતી. અમિષા વૈદ્ય નામની વહીવટદાર રેસ્ટોરન્ટનું સીલ ખોલવા 5 લાખ માગતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ મામલો ગરમાયો છે. રાજકોટમાં તંત્રના અધિકારીઓ તોડ કરીને હોટલો અને રેસ્ટોરાંના સીલ ખોલી આપતા હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલો હવે છેક ઉપર સુધી પહોંચ્યો છે.

રાજકોટમાં આજે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો અને ખાણી પીણીના વેપારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની આડેધડ સિલિંગની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરીને બંધ પાળ્યો છે. રાજકોટના 1000થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો આ બંધમાં જોડાયા છે. બીજી તરફ હોટેલ સંચાલકોએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે અત્યારે સિલિંગની કાર્યવાહી સમયે પણ નિમીષાબેન નામના એક અધિકારીએ સીલ ખોલવાની પ્રક્રિયામાં 5 લાખની ખંડણી માગી હતી.

આડેધડ સિલીંગની કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન-
રાજકોટના હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોએ આજે કોર્પોરેશન દ્વારા કરાઇ રહેલી આડેધડ સિલીંગની કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન કર્યું છે જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને કાફેના સંચાલકો જોડાયા છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટની 800 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો હડતાળમાં જોડાયા છે. ફાયર NOC અને અલગ અલગ મુદ્દે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ હડતાળ પાડી છે. આ મામલે અગાઉ વેપારીઓએ મનપાને રજૂઆત પણ કરી હતી.

કયા કારણે હોટલો કરાઈ સીલ?
રાજકોટ હોટલ સંચાલકોએ કહ્યું કે પાર્ટી પ્લોટ બેન્ક્વેટ હોલને પણ હેરાન કરવામાં આવે છે. અત્યાર સુધી શું કાયદો ન હતો. અત્યારે જે ચાલતું હતું તેમાં અધિકારીઓની ગેરનીતી હતી. અત્યારે પણ એક અધિકારીને ડિસ્ચાર્જ કર્યા છે તે 5 લાખ રુપીયા માગતા હતા તેમનું નામ નિમીષાબેન હતું. તેમણે સીલ ખોલવાની પ્રક્રિયામાં 5 લાખની ખંડણી માગી હતી. અત્યારે તે લોકોને કામ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. અમે સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. અમારી માગ છે કે સીલ મારવાની પ્રક્રીયા ઇમરજન્સીમાં બંધ કરે. અત્યારે આરએમસીમાં જઇએ તો 1986નો કાયદો સમજાવે છે . ફાયર એનઓસી પાછળ તે પડ્યા છે. ફાયરના ઇક્વીપમેન્ટ અમારા બધા પાસે છે અને માત્ર ફાયર એનઓસીના કારણે સીલ કરી દેવાયા છે.

સીલ ખોલવા માટે 5 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપઃ
બીજી તરફ રાજકોટના હોટલ સંચાલકોએ મનપા સામે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. હોટલ સંચાલક મેહુલભાઇએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હોટલોના સિલ ખોલવા માટે 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા જેથી રાજકોટ મનપામાં હજુ પણ તોડ કાંડ યથાવત હોવાનું સામે આવ્યું છે. હોટેલ સંચાલકોએ કહ્યું કે મનપાને અત્યાર સુધી કેમ કોઇ નિયમો યાદ ના આવ્યા અને TRP ગેમ ઝોનમાં આગ લાગી તો નિયમ યાદ આવ્યા છે. રાજકોટમાં હાલ હોટલને લાગતી 600 જેટલી પ્રોપર્ટી સિલ હોવાનું સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news