મોટો નિર્ણય : રામ મંદિર માટે ગુજરાતની તમામ શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર
Gujarat Government Big Decision : ગુજરાતની તમામ શાળાઓમાં 22મીએ અડધા દિવસની રજા જાહેર.. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખી નિર્ણય
Trending Photos
Gandhinagar News : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે દેશભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે. આ વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વના સમાચાર એ છે કે, 22 જાન્યુઆરીએ ગુજરાતની તમામ શાળાઓમા પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. બપોર 2.30 વાગ્યા સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખાયો છે. અગાઉ સરકારી કચેરીઓમાં 2.30 વાગ્યા સુધીની રજા જાહેર કરાઈ હતી.
સરકારી કચેરીઓ બાદ હવે ગુજરાતની તમામ શાળાઓમાં 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરાઈ છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને જાણ કરાઈ છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠાના કારણે આ નિર્ણય લેવાયો છે.
પરિપત્રમાં જણાવાયું કે, સમગ્ર રાજ્ય તથા દેશમાં તારીખ ૨૨/૦૧/૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે. રાજ્માંએ તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઇ શકે તે હેતુસર તા. ૨૨/૦૧/૨૦૨૪, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના ૨-૩૦ સુધી બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થયેલ છે. આથી તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉક્ત જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કરવા જરૂરી સુચના આપવા જણાવવામાં આવે છે.
સરકારી ઓફિસો પણ અડધા દિવસ બંધ
રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને જોતા તમામ રાજ્ય સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને અડધો દિવસ રજા આપવામાં આવી છે. 22 જાન્યુઆરી સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરે 2.30 કલાક સુધી રજા રહેશે. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ પોતાનું કામકાજ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે