CAG Report : આવી ગયો કેગનો રિપોર્ટ : રાજ્ય સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ, રૂપિયા હોવા છતાં દેવુ કરીને બોજ વધાર્યો
CAG Report : વિધાનસભામાં રાજ્ય સરકારનો કેગનો અહેવાલ રજૂ... કેગએ સરકારના ખર્ચ અંગે કરી ટિપ્પણી... અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખર્ચ ઓછો છે તેવુ રિપોર્ટમાં કહેવાયું
Trending Photos
Gandhinagar News : રાજ્ય સરકારનો વર્ષ 2021-22 નો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. કેગએ સરકારના ખર્ચ અંગે મહત્વનો ઉલ્લેખ કર્યો છે. કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો કે, કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો થઈ રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખર્ચ ઓછો છે. વિકસીય ખર્ચ, આરોગ્ય પર ખર્ચ અને મૂડી ખર્ચ વધુ હોવાની ટિપ્પણી રિપોર્ટમાં કરાઈ. આ ઉપરાંત કેગના રિપોર્ટમા અનેક મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.
રાજ્ય સરકાર પાસે પર્યાપ્ત રોકડ સીલક હોવા છતાં ઋણ લેવામાં આવ્યું તેવું કેગના રિપોર્ટમાં કહેવાયુ છે. જેના કારણે રોકાણ હિસાબની રોકડમાં વધારો થયો છે. કેગના રિપોર્ટમાં કહેવાયું કે, રાજ્ય સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવો જોઈએ. રાજ્ય સરકારે લાંબી મુદ્દતમાં ઋણનું ટકાઉ પૂર્ણ માળખું વિકસાવવા વિચારણા કરવી જોઈએ. રાજ્ય સરકારના હિસાબોમાં ખોટા વર્ગીકરણ જોવા મળ્યા. અંદાજ પત્ર બહારના નાણાંકીય વ્યવહારો પણ જોવા મળ્યાનો ઉલ્લેખ કરાયો છે.
રિપોર્ટમાં જણાવાયું કે, રાજ્ય સરકારે વર્ષ 2021- 22 દરમિયાન કોઈ પણ જોગવાઈ વગર 95 કરોડનો ખર્ચ કર્યો છે. તો 5 અનુદાનોમાં 366.40 કરોડની બિનજરૂરી પૂરક જોગવાઈ કરવામાં આવી છે. અંદાજ પત્રિય ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકાર નબળી હોવાનું તેમાં કહેવાયું.
રિપોર્ટ મુજબ, વર્ષ 2021 -22 દરમ્યાન રાજ્ય સરકારે 4 અનુદાનોમાં 3511 કરોડનો અધિક ખર્ચ કર્યો. જોગવાઈ કરતા વધુ ખર્ચ અંદાજ પત્રિય પદ્ધતિને બિન અસરકારક બનાવે છે. અંદાજ પત્રિય અંદાજો વાસ્તવિક રીતે તૈયાર કરવામાં નથી આવી રહ્યાં. છેલ્લા 10 વર્ષમાં 10855 કરોડનો અધિક ખર્ચ નિયમીત કરવાનો બાકી છે. નાણાં વિભાગે કરેલી ઉચ્ચક જોગવાઈ નિયમોને અનુરૂપ ના હોવાનો કેગે રિપોર્ટમાં ટાંક્યું.
વન વિભાગમાં 170 કરોડના અનુદાન સામે ફક્ત 37.84 કરોડનો ખર્ચ કર્યો છે. વન વિભાગમાં મૂડી ખર્ચનું મહેસુલી ખર્ચ તરીકે ખોટું વર્ગીકરણ કર્યું છે. વનવિભાગે અંદાજ પત્ર દરમ્યાન કરેલી જાહેરાતોનો અમલ કર્યો ન હતો. રાજ્યના આરોગ્ય વિભાગે બજેટમાં 170 કરોડની મજૂર થયેલી 26 નવી બાબતોની અમલવારીમાં નિષ્ક્રિય છે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની યોજનાઓનું અમલીકરણ ના થવા પાછળ આયોજનની ખામી જોવા મળી છે. આ માટે જમીન ફાળવણી ના થઇ હોવાના કારણો જવાબદાર ગણાવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 2963 કરોડમાં ભંડોળ સામે 2000 કરોડનો ખર્ચ કરાયો. છેલ્લા 4 વર્ષથી યોજનાના અમલીકરણ એકમે વાર્ષિક હિસાબો તૈયાર નથી કર્યા. HLT રોગચાળાના કાર્યક્રમ સંચાલનમાં અનિયમિતતાઓ સામે આવી. આરોગ્ય વિભાગે મૂડી ખર્ચનું અયોગ્ય વર્ગીકરણ કર્યું. રાજ્ય સરકારે વિભાગોની જરૂરિયાત પ્રમાણે અંદાજપત્ર ઘડવાની જરૂર હોવાની કેગમાં ઉલ્લેખ કરાયો. યોજનાઓના અમલીકરણ અને દેખરેખ માટે યોગ્ય નિયંત્રણ પધ્ધતિ સ્થાપિત કરવા ટકોર કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે