Liver Detox: લીવરમાંથી બધો જ કચરો દુર કરશે આ 4 સસ્તા Food, શરીરના રોગ થશે દુર વધશે સ્ફુર્તિ

How To Detox Liver: લીવર બરાબર રીતે કામ કરતું રહે અને શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે લીવરને પણ ડીટોક્ષ કરવામાં આવે. લીવરને ડીટોક્ષ કરવા માટે ઘણી બધી પ્રોડક્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ ઘરમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેનો ઉપયોગ કરીને તમે લીવર ડિટોક્ષ કરી શકો છો. 

Liver Detox: લીવરમાંથી બધો જ કચરો દુર કરશે આ 4 સસ્તા Food, શરીરના રોગ થશે દુર વધશે સ્ફુર્તિ

How To Detox Liver: શરીર હેલ્થી રહે તે માટે જરૂરી છે કે લીવર હેલ્ધી હોય. લીવર આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે. લીવર શરીરમાં 500થી વધુ પ્રકારના કામ કરે છે. લીવર શરીરમાં પિત્તનું નિર્માણ કરે છે અને આ પિત્ત ઘણી બધી પ્રક્રિયાઓ માટે જરૂરી હોય છે. તેના વડે પેટમાં પાચન દરમિયાન જે ટોક્સિન મટીરીયલ બને છે તે શરીરમાંથી બહાર નીકળે છે. લીવર બરાબર રીતે કામ કરતું રહે અને શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે લીવરને પણ ડીટોક્ષ કરવામાં આવે. લીવરને ડીટોક્ષ કરવા માટે ઘણી બધી પ્રોડક્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ ઘરમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેનો ઉપયોગ કરીને તમે લીવર ડિટોક્ષ કરી શકો છો. એટલે કે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ વડે તમે લીવરમાં જામેલી ગંદકીને દૂર કરી શકો છો. 

આ પણ વાંચો:

આ વસ્તુઓ ખાવાથી લીવર થશે ડિટોકસ

ફ્રુટ

લીવર સ્ટ્રોંગ રહે તે માટે ફ્રુટ ખાવા ખૂબ જ જરૂરી છે. નિયમિત રીતે કેટલાક ફ્રુટ નું સેવન કરવાથી લીવર હેલ્ધી રહે છે અને તેની સફાઈ પણ થતી રહે છે. લીવરની સફાઈ કરતાં ફ્રુટમાં બ્લુબેરી, સ્ટ્રોબેરી, ક્રેનબેરી અને દ્રાક્ષનો સમાવેશ થાય છે. 

આખા અનાજ

આખા અનાજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. તેમાં ડાયટરી ફાઇબર સૌથી વધારે હોય છે. એક રિસર્ચ અનુસાર આખા અનાજ ખાવાથી કેન્સરની કોશિકાઓને વધતી રોકવાની શરીરને શક્તિ મળે છે. આખા અનાજનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. લીવરને સ્વસ્થ રાખવા માટે પણ રોજ એક કપ આખા અનાજનું સેવન કરવું જોઈએ.

લીલા શાકભાજી

લીવરને હેલ્થી રાખવું હોય તો લીલા પાનવાળા શાકભાજી ખૂબ જ ઉપયોગી છે. આવા શાકભાજી ઓવરઓલ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. તેનું સેવન કરવાથી શરીરમાં ફ્રી રેડીકલ્સ ઘટે છે તેના કારણે સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને લીવર પણ મજબૂત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news