ડરના જરૂરી હૈ : ગુજરાતના આ શહેરમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયું, દેશમાં ત્રીજું

H3N2 Flu Virus Death In Gujarat : ગુજરાતમાં H3N2 વાયરસથી પ્રથમ મૃત્યુ... વડોદરાની મહિલા નવા વાયરસનો બની ભોગ... સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 58 વર્ષીય મહિલાનું મૃત્યુ... મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા,,, H3N2 વાયરસથી દેશમાં ત્રીજું મૃત્યુ...

ડરના જરૂરી હૈ : ગુજરાતના આ શહેરમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયું, દેશમાં ત્રીજું

h3n2 flu virus cases in gujrat : ગુજરાતમાં હવે કોરોના બાદ H3N2 વાયરસ તાંડવ કરી રહ્યો છે. H3N2 વાયરસના ખૌફ વચ્ચે પ્રથમ મોતની ઘટના સામે આવી છે. ગુજરાતમાં H3N2 વાયરસથી પ્રથમ મૃત્યુ થયું છે. વડોદરાની મહિલા નવા વાયરસનો ભોગ બની હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. 58 વર્ષીય મહિલા હાઈપર ટેન્શનના દર્દી હતા. સ્વાઈન ફ્લૂથી મ્યૂટેટ થયેલા વાયરસથી દેશમાં આ ત્રીજું મોત છે. ત્યારે હવે ગુજરાતમાં લોકોએ માસ્ક પહેરવાની શરૂઆત કરી દેવી જોઈએ. પ્રવર્તમાન સ્થિતિમાં ફરી એકવાર માસ્ક પહેરવા, સમયાંતરે હાથ ધોતા રહેવા, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરવા તજજ્ઞો સલાહ આપી રહ્યાં છે. H3N2 ઈંફ્લુએન્ઝાના લક્ષણો પણ કોરોના અને સ્વાઈન ફલૂને મળતા આવતા હોવાથી તેના ટેસ્ટ ખૂબ જ નહિવત જોવા મળી રહ્યાં છે. જો કે સરકારી હોસ્પિટલોમાં 30 ટકા જેટલી OPD માં દર્દીઓની સંખ્યા છેલ્લા એક મહિનામાં વધી ચૂકી છે. 

કોરોના પછી H3N2નો ડર
ICMR અનુસાર, 15 ડિસેમ્બરથી તાવના તમામ કેસોમાં અડધા કેસોમાં H3N2 વાયરસ જોવા મળ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા અડધા દર્દીઓ H3N2નો શિકાર છે. દાખલ થયેલા કુલ દર્દીઓમાંથી 92%ને તાવ, 86%ને ઉધરસ અને 27%ને શ્વાસ લેવામાં તકલીફ હતી. H3N2થી પીડિત 10% દર્દીઓને ઓક્સિજન અને 7% ને ICUમાં દાખલ કરવાની જરૂર પડે છે.

ફ્લૂનો ટ્રિપલ એટેક જેમાં ત્રણેય વાયરલ તાવના લક્ષણો સમાન 
આ ત્રણેય વાયરલ ફીવર છે. તેથી જ તેમના લક્ષણો પણ લગભગ સરખા જ હોય ​​છે. આથી લોકો અને ડોક્ટરો પણ મૂંઝવણમાં છે કે આ તાવ કયા વાયરસથી આવે છે. પરંતુ પરીક્ષણ કરાયેલા દર દસમાંથી છ દર્દીઓના નમૂના H3N2 પોઝિટિવ મળી રહ્યા છે. ત્રણેય વાયરસના સામાન્ય લક્ષણો વિશે વાત કરીએ તો, ત્રણેય વાયરસ શ્વસન માર્ગને અસર કરે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ત્રણેય વાયરલ ફ્લુના દર્દીઓ ઉધરસથી પરેશાન છે. ત્રણેય વાયરલ ફ્લૂમાં શરીરનો દુખાવો અને સ્નાયુઓમાં તાણ અનુભવાય છે. તે જ સમયે, શરદી, તાવ, ઉલટી, ગળામાં દુખાવો, સ્નાયુઓ અને શરીરમાં દુખાવો અને પેટ ખરાબ થવું પણ સામાન્ય લક્ષણો છે.

અત્યારે દેશમાં આ ત્રણેય વાઈરલ ફીવર ફેલાયેલા છે, ટેસ્ટ કરાવવા પર કોરોના વાયરસ, એડેનોવાઈરસ અને H3N2 આ ત્રણેય મળી આવે છે. જો તમારે વાયરસની ઓળખ કરવી હોય તો કોવિડની જેમ સેમ્પલ આપીને પણ ટેસ્ટ કરી શકાય છે. આ માટે ગળા અને નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે. તો પછી H3N2 વાયરલ તાવ કેવી રીતે ઓળખવો. નિષ્ણાતો આ વિશે કહે છે કે જો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે, તો સમજી લો કે તે H3N2 વાયરલ છે. આ સિવાય જ્યાં સામાન્ય ફ્લૂ બે-ત્રણ દિવસમાં ઠીક થઈ જાય છે ત્યાં H3N2 લાંબો સમય લે છે. ક્યારેક એક અઠવાડિયા કે તેથી વધુ.

પ્રથમ પ્રકારનો તાવ છે - H3N2 વાયરલ તાવ
15 ડિસેમ્બર પછી અત્યાર સુધીમાં આ વાયરલ ફીવરના તાવના અડધા કેસ નોંધાયા છે. બાળકો અને વૃદ્ધો ઝડપથી આ વાયરસનો શિકાર બની રહ્યા છે. H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે.

તાવનો બીજો પ્રકાર - એડેનોવાયરસ તાવ
તે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાઈ ગયો છે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં આ વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. આ તાવનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે.

ત્રીજો પ્રકારનો તાવ - કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 માર્ચે દેશમાં કોરોનાના 326 નવા કેસ સામે આવ્યા છે. 67 દિવસ પછી દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 3 હજારથી વધુ થઈ ગયા છે. કેરળમાં સૌથી વધુ 1474 સક્રિય કેસ, કર્ણાટકમાં 445 અને મહારાષ્ટ્રમાં 379 કેસ છે.

ડોકટરોની સલાહ
જો કે, દર વર્ષે આ સિઝનમાં ફ્લૂ ફેલાય છે, જે એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. પરંતુ જો શરીરમાં પહેલાથી જ રોગપ્રતિકારક શક્તિ અને બીપી સુગર જેવી બીમારીઓ હોય તો ફ્લૂ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ફ્લૂથી બચો અને જો તમને ફ્લૂ થાય તો ગભરાશો નહીં. ડૉક્ટરની સલાહ પર જ દવાઓ લો. જો કે, આવી સ્થિતિમાં લેબ ટેસ્ટ વિના પણ ડોકટરો માટે તે જાણવું મુશ્કેલ બની રહ્યું છે કે દર્દીમાં ફ્લૂનું કારણ શું છે - કોરોના વાયરસ, એચ3એન2 વાયરસ અથવા એડેનો વાયરસ, તેથી આ સ્થિતિમાં, એક ટેસ્ટ કરાવવો જોઈએ. ડૉક્ટરની સલાહ પર કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news