SSC Exam Result: ધોરણ-10ના પરિણામની આવી ગઈ તારીખ, આ દિવસે થશે જાહેર

GSEB Std 10th Result 2023 : ધોરણ-10 બોર્ડનું પરિણામ  25 મેના રોજ જાહેર થશે... 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ.... ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા અઠવાડિયે થશે જાહેર...

SSC Exam Result: ધોરણ-10ના પરિણામની આવી ગઈ તારીખ, આ દિવસે થશે જાહેર

GSEB SSC, HSC Result 2023 Date and Time : ધોરણ 10 અનો ધોરણ 12 કોમર્સના પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાના પરિણામ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. ધોરણ-10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ જાહેર થશે. ધોરણ-10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે પરિણામની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવી છે. www.gseb.org પર સવારે 8 વાગ્યાના ટકોરે પરિણામ જોવા મળશે. 

વોટ્સએપ નંબર મોકલીને મેળવો પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવાયું કે, માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2023

GSEB ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરવા માટે સ્ટેપ્સ
સ્ટેપ 1- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org ઓપન કરો
સ્ટેપ 2- હોમપેજ પર જીએસઈબી બોર્ડ એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 પર ક્લિક કરો
સ્ટેપ 3- સ્કૂલ ઇંડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરો
સ્ટેપ 4- સબમિટ બટન પર ક્લિક કરો
સ્ટેપ 5- જીએસઈબી એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 સ્ક્રીન પર આવી જશે.
સ્ટેપ 6- રિઝલ્ટ ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો.

GSEB ધોરણ 10 તથા 12માં પાસિંગ માર્ક્સ
જીએસઈબી બોર્ડ એસએસસી, એચએસસી 2023ની યોજનાઓ અનુસાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયોમાં ઓછામાં ઓછો ગ્રેડ ડી પ્રાપ્ત કરવો પડશે. વિષયોમાં ગ્રેડ ઈ1 કે ગ્રેડ ઈ2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીએસઈબી પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક મળશે.

GSEB  10 અને 12ના બોર્ડ રિઝલ્ટ માર્કિંગ સ્કીમ
જીએસઈબી 2023 માર્કિંગ સ્કીમ ગુજરાત બોર્ડ અનુસાર એ1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 90 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરવા પડશે, એ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 80 અને 90 ટકા માર્ક્સ વચ્ચે. જ્યારે 70થી 80 ટકા સુધી અંક મેળવનાર વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળે છે. સૌથી નિચલો ગ્રેડ-ડી, 40 કે તેનાથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news