આ જિલ્લામાં તસ્કરોએ બોલાવ્યો સપાટો! ઘર બંધ કરીને જતા હોય તો વાંચી લેજો, તમારા ઘર પર હોઈ શકે છે નજર
બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ગત તારીખ 1 ડિસેમ્બર ના રોજ રાત્રીના સમયે રાજેશભાઇ કોડિયાના બંધ મકાનમાં ચાર જેટલા તસ્કરો ત્રાટકયા હતા અને રૂપિયા 47 હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થતા વિસ્તારમાં રહેતા પડોશીઓ જાગી જતા બે ચોરો ને વિસ્તારના લોકોએ ઝડપી લીધા હતા.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: લાઠીદડ ગામે બંધ મકાનમાં ચોરી કરવા ચાર તસ્કરો ત્રાટકયા હતા અને રૂપિયા 47 હજારની ચોરી કરી ફરાર થતા પડોશી જાગી જતા બે તસ્કરોને લોકોએ ઝડપી લઈને પોલીસ હવાલે કર્યા હતા. જ્યારે બે તસ્કરો નાસી છુટયા હતા. જયારે પકડાયેલા બંને તસ્કરોને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી ઉલટ તપાસ કરતા તસ્કરો 302 સહિત ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું, જ્યારે બાકિના બે તસ્કરોને ઝડપવા પોલીસે ટીમો બનાવી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે ગત તારીખ 1 ડિસેમ્બર ના રોજ રાત્રીના સમયે રાજેશભાઇ કોડિયાના બંધ મકાનમાં ચાર જેટલા તસ્કરો ત્રાટકયા હતા અને રૂપિયા 47 હજાર રોકડ રકમની ચોરી કરી ફરાર થતા વિસ્તારમાં રહેતા પડોશીઓ જાગી જતા બે ચોરો ને વિસ્તારના લોકોએ ઝડપી લીધા હતા અને મેથી પાક આપીને પોલીસ બોલાવી સોંપી દીધા હતા.
ત્યારબાદ પોલીસે બંને આરોપીને ઝડપી તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતા પકડાયેલા બંને આરોપીઓ અનેક ગુન્હામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેમાં સોમાં નામનો આરોપી 302ના ગુન્હાનો આરોપી જેઓ પેરોલ જમ્પ કરી અને ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
લાઠીદડ ગામે થયેલ ચોરી ના ગુન્હામાં નાસી છુટેલા બે તસ્કરોને પકડવા બોટાદ પોલીસેઅલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે