31st પહેલા બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા અજમાવ્યો ગજબનો આઈડિયા: પોલીસ પણ માથું ખંજવાળતી થઈ

31st ડિસેમ્બર આવતાની સાથે લોકો દ્વારા 31st ડિસેમ્બરની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂ ઘૂસવવા માટે અલગ અલગ ખેમિયાઓ અપનાવવામાં આવે છે...

31st પહેલા બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવા અજમાવ્યો ગજબનો આઈડિયા: પોલીસ પણ માથું ખંજવાળતી થઈ

ઉમેશ પટેલ/વલસાડ: ગુજરાતમાં દારૂ ઘૂસવવા માટે બુટલેગરો અલગ અલગ ખેમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે 31st ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો દ્રારા મોટા પ્રમાણમાં દારૂ ઘૂસવવાના પ્રયાસને વલસાડ જિલ્લા પોલીસ દ્રારા નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક ભેજાબાજ બુટલેગર દ્રારા ગેસ કંપનીના નામે ગુજરાતમાં દારૂ ઘૂસવવાનો પ્રયાસ પોલીસ દ્રારા નિષ્ફળ કરવામાં આવ્યો છે. ત્યારે કઈ રીતે લવાતો હતો ગુજરાતમાં દારૂ?

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો બેફામ
31st ડિસેમ્બર આવતાની સાથે લોકો દ્વારા 31st ડિસેમ્બરની ઉજવણીની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂ ઘૂસવવા માટે અલગ અલગ ખેમિયાઓ અપનાવવામાં આવે છે ત્યારે એક ભેજાબાજ બુટલેગર દ્રારા CNG ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડના નામના બેનર બનાવી ટેમ્પા ઉપર લગાવવામાં આવ્યા હતા અને ટેમ્પોના પાછળના ભાગે યંત્ર મુકવાની કેબીન બનાવી સંઘ પ્રદેશ દમણ 9.54 લાખનો વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઘૂસવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જે દરમિયાન પારડી પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન ટેમ્પો ચાલકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો.

CNG ગુજરાત ગેસ પ્રાઇવેટ લિમિટેડના નામે ખેપ
સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર ઉપર પારડી પોલીસ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન સંઘ પ્રદેશ દમણથી ગુજરાત ગેસનું બેનર લગાવી એક ટેમ્પો નંબર MH 04 HD 9279 વલસાડ જિલ્લામાં પ્રવેશ કરી રહ્યો હતો. જે દરમિયાન પારડી પોલીસની ટીમ એ ટેમ્પો ટેમ્પોના પાછળના ભાગે યંત્ર મૂકવાના કેબિનને તપાસ કરતા કેબિનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને ટેમ્પા માટે કુલ 9.54 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકની ધરપગર કરી ટેમ્પો સહિત દારૂ જપ્ત કર્યો હતો. 

વાહન ચેકિંગમાં વધારો કરવામાં આવ્યો
પોલીસે ટેમ્પો ચાલકને પૂછપરછ કરતા ટેમ્પો ચાલકે જણાવ્યું હતું કે સંઘપ્રદેશ દમણથી ગુજરાતના વડોદરા ખાતે આ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસ દ્વારા દારૂ ભરાવના તથા દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે વલસાડ જિલ્લાના અડીને આવેલ મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દમણ અને સેલવાસ ની બોર્ડર ઉપર પોલીસ દ્વારા 31ને લઈને વાહન ચેકિંગમાં વધારો કરવામાં આવ્યો છે.

દારૂબંધીના કાયદાનો કડક અમલીકરણ
ઉલ્લેખનીય છે કે 31st આવતાની સાથે જ ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘૂસવવા માટે બુટલેગર દ્વારા અલગ અલગ ખેમિયાઓ અપનાવવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા પણ મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની બોર્ડર ઉપર બાજ નજર રાખી ગુજરાતમાં લવાતો દારૂ ઝડપી પાડી દારૂબંધીના કાયદાનો કડક અમલીકરણ કરાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news