જેતપુરમાં બેફામ બનેલા બુટલેગરે યુવકને રહેંસી નાંખ્યો, ખેતરમાં લઈ જઈને રહેંસી નાઁખ્યો
Crime News : પોલીસ ચોપડે ગુનાઓનો ઈતિહાસ ધરાવતા બુટલેગરે એક યુવકને પોલીસના બાતમીદાર તરીકેના વહેમમાં છરીના ઘા મારીને મારી નાંખ્યો
Trending Photos
Rajkot Crime નરેશ ભાલીયા/જેતપુર : રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળે છે. પહેલા વ્યાજખોરાના ત્રાસથી આત્મહત્યાના બનાવ અને હવે બેફામ બનેલા બુટલેગરે એક યુવકની હત્યા કરી નાંખી છે.
આ ઘટના જેતપુરના ભોજાધાર વિસ્તારમાં બની હતી. જ્યાં એક યુવકની હત્યા એક બુટલેગર કરી નાખી છે. મૃતક જીગ્નેશની પત્નીના આક્ષેપ મુજબ બૂટલેગરને શંકા હતી કે તેના દારૂના ધંધાની માહિતી પોલીસને આપે છે અને રેડ કરાવી રહ્યો છે. જે શંકાને આધારે બુટલેગર યુવક જીગ્નેશને છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે જીગ્નેશની પત્નીની ફરિયાદના આધારે બુટલેગર ચિરાગ ઉર્ફે લંગડો પરમાર અને હર્ષદ ભટાણીને નામના બે શખ્સોની ઘર પક્કડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો :
કોની હત્યા થઈ કોણ છે હત્યારો
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં જીગ્નેશ તેના પરિવાર સાથે રહેતો હતો અને અહી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ જ વિસ્તારમાં ચિરાગ ઉર્ફે લંગડો પણ રહેતો હતો અને ચિરાગનો મુખ્ય ધંધો દારૂ વેચવાનો અને ચિરાગ ઉપર પ્રોહિબિશનના અનેક ગુનાના કારણે જેલ જઈ ચૂક્યો છે. ચિરાગ ઉર્ફે લંગડાને શંકા હતી કે તેની બધી માહિતી જીગ્નેશ પોલીસને આપે છે અને જીગ્નેશ એ પોલીસનો બાતમીદાર છે. જે ચિરાગ પરમાર ઉપર અવારનવાર રેડ કરવી રહ્યો છે. જેને લઈને બંને વચ્ચે માથાકૂટ પણ થઈ ચૂકી હતી અને જેનું સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ આમ છતાં ચિરાગના મનમાં વેર લેવાની ભાવના હતી, જેને લઈને આજે જીગ્નેશ ઘરે હતો ત્યારે તેને બોલાવીને ભોજાધાર વિસ્તારમાં સાડીના કારખાના પાછળના ભાગે આવેલ ખેતરમાં લઈ જઈને તેને છરીથી વેંતરી નાંખ્યો હતો અને હત્યા કરી નાખી હતી.
હત્યારો ચિરાગ ઉર્ફે લંગડો જેતપુર શહેરનો બુટલેગર છે. ગેરકાયદેસર દારૂ વેચવો તેનો ધંધો છે. દારૂ પીવો અને નાના મોટી માથાકૂટ કરવી સામાન્ય બાબત છે, અને આ માટે તે જેતપુર પોલીસના હીટ લિસ્ટમાં છે. ચિરાગ ઉર્ફે લંગડા પરમાર માટે પોલીસ સ્ટેશને આવજા સામન્ય બાબત છે. અને ગુનાનું લિસ્ટ પણ લાંબુ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે