Vadodara: સીઆર પાટીલની ભવિષ્યવાણી સાચી પડી, કોંગ્રેસ કંગાળ, ભાજપને ભરપૂર પ્રેમ

વડોદરા કોર્પોરેશન  (Vadodara Municipal Corporation) ની 19 વોર્ડની 76 બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં 76 માંથી 69 બેઠક ભાજપ (BJP) અને 7 બેઠક પર કોંગ્રેસ (Congress) નો વિજય થયો છે. કોંગ્રેસ ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શકી નથી.

Vadodara: સીઆર પાટીલની ભવિષ્યવાણી સાચી પડી, કોંગ્રેસ કંગાળ, ભાજપને ભરપૂર પ્રેમ

વડોદરા: વડોદરા કોર્પોરેશન ચૂંટણીમાં (Vadodara Municipal Corporation Election) 47.84 ટકા જેટલું મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. વડોદરાના પોલિટેકનિક કોલેજ (Vadodara Polytechnic College) ખાતે તંત્રએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતથી જ ભાજપ આગળ રહ્યું હતું. ત્યારે વડોદરા કોર્પોરેશન  (Vadodara Municipal Corporation) ની 19 વોર્ડની 76 બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં 76 માંથી 69 બેઠક ભાજપ (BJP) અને 7 બેઠક પર કોંગ્રેસ (Congress) નો વિજય થયો છે. કોંગ્રેસ ડબલ ડિજિટનો આંકડો પણ પાર કરી શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ભવિષ્યવાણી સાચી પડી છે. પ્રચાર દરમિયાન વડોદરા આવેલા સી આર પાટીલે (CR Patil) કહ્યું હતું, કે કોંગ્રેસ ડબલ ડિજિટનો આંકડો પાર કરી શકશે નહી. 

2015માં આવી હતી સ્થિતિ
વડોદર મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) માં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો છે. જેમાં વર્ષ 2015ની ચુંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપ (BJP) પાસે 58 બેઠક હતી. જ્યારે કોંગ્રેસ (Congress) ના ફાળે માત્ર 13 બેઠક જ હતી. જ્યારે અન્ય પાટી આરએસપી (RSP) પાસે 4 બેઠકો હતી. જો કે આ વખતે આરએસપી (RSP) પક્ષના અધ્યક્ષ રાજેશ આયરે સહિત તેમના પક્ષના કોર્પોરેટરે ભાજપ (BJP) માં જોડાયા છે. 

વોર્ડ નંબર : 1
પેનલ : 4 કોંગ્રેસ

વોર્ડ નંબર : 2
પાર્ટી: ભાજપ 4 

વોર્ડ નંબર :3
પેનલ ભાજપ :4

વોર્ડ નંબર : 4
પેનલ : ભાજપ 4

વોર્ડ નંબર : 5
પેનલ : 4 ભાજપ

વોર્ડ નંબર: 6
પાર્ટી : 4 ભાજપ 

વોર્ડ નંબર : 7
પાર્ટી: ભાજપ 4

વોર્ડ નંબર : 8
પાર્ટી: ભાજપ 4

વોર્ડ નંબર : 9
પાર્ટી : ભાજપ 4

વોર્ડ નંબર : 10
પાર્ટી: ભાજપ 4

વોર્ડ નંબર: 11
પાર્ટી ભાજપ :4

વોર્ડ નંબર : 12 
પાર્ટી : 4 ભાજપ 

વોર્ડ નંબર : 13
પાર્ટી: 3 ભાજપ અને 1 કોંગ્રેસ 

વોર્ડ નંબર : 14
પાર્ટી: 4 ભાજપ

વોર્ડ નંબર : 15
પાર્ટી : ભાજપ 4

વોર્ડ નંબર : 16
પાર્ટી: 2 ભાજપ અને 2 કોંગ્રેસ 

વોર્ડ નંબર : 17
પાર્ટી: ભાજપ 4 

વોર્ડ નંબર : 18 
પાર્ટી: ભાજપ :4

વોર્ડ નંબર : 19
પાર્ટી : 4 ભાજપ

કુલ: ભાજપ 69 અને કોંગ્રેસ 7

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news