ભવ્ય રોડ શો બાદ રાજકોટમાં મુખ્યમંત્રીએ કહ્યું, આજે તમે મારો વટ પાડી દીધો
મુખ્યમંત્રી (gujarat cm) ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજકોટમાં ભવ્ય રોડ-શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. રોડ-શો (road show) માં ઠેર-ઠેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ સીઆર પાટીલ જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તો કાર્યક્રમમાં પૂર્વ સીએમ રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ જોડાયા હતા. રાજકોટ (Rajkot) માં સુશાસન પર્વની ઉજવણીના ભાગ રૂપે મુખ્યમંત્રીએ લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી (gujarat cm) ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજકોટમાં ભવ્ય રોડ-શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. રોડ-શો (road show) માં ઠેર-ઠેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલનું ફૂલ-હારથી સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ સીઆર પાટીલ જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તો કાર્યક્રમમાં પૂર્વ સીએમ રૂપાણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પણ જોડાયા હતા. રાજકોટ (Rajkot) માં સુશાસન પર્વની ઉજવણીના ભાગ રૂપે મુખ્યમંત્રીએ લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી.
રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભુપેન્દ્ર પટેલે સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, જૂની કહેવાત છે કે, ભગવાન એકવાર સૌરાષ્ટ્રમા ભૂલો પડ્યો, અને તેને સ્વર્ગ ભૂલાઈ ગયો. આજે મને લાગ્યુ કે ખરેખર અહી આવીને સ્વર્ગ ભૂલાઈ જાય. તમે મારો વટ પાડી દીધો છે. ત્યારે મારી ફરજ છે કે તમારા બધા કામ પૂરા કરીને અમારો વટ પાડી દઈએ. અમારી નવી ટીમમાં ઉત્સાહ છે. કામ કરવામાં કોઈ મુશ્કેલી પડે તેમ નથી. સારા કામ કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. સુશાસન માત્ર શહેરોમાં જ નહિ, પરંતુ છેવાડાના માણસ સુધી પહોંચ્યુ છે. રાજકોટમાં આવુ ભવ્ય સ્વાગત કરાયુ છે, તેથી અમે પણ અહી ભેટ લઈને આવ્યા છીએ. નવા વર્ષની ભેટ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પાલિકાને ભેટ આપવામાં આવી. 183 કરોડના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, નવુ વર્ષ સૌ ગુજરાતીઓ માટે સુશાસનનુ નવુ ફળ આપે તેવી મારી શુભેચ્છાઓ.
3.5 કિમીનો રોડ શો
આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (gujarat cm) ની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં અને વજુભાઈ વાળા પણ હાજર રહ્યા. 3.5 કિલોમીટરનો ભાજપ (BJP) નો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહ્યો હતો, જેને આખુ રાજકોટ જોતુ રહી ગયુ હતું. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ કર્યો હતો. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. તો આ ભવ્ય રોડ શો 100 ગાડી અને 1000 બાઇકના જંગી કાફલા સાથે નીકળ્યો હતો. જેમાં ઠેરઠેર ભાજપના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે