પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી

2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો જીતવાનો ગુજરાત પ્રદેશ ભાજપે ટાર્ગેટ રાખ્યો છે તેવો જૂનાગઢમાં અભિવાદન સમારોહમાં ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) હુંકાર કર્યો છે. સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, કાર્યકરોની મહેનતથી આપણે તમામ સીટો જીતી શકીશું. વધુમાં સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું કે, તમે 1 કરોડ 13 લાખ પ્રાથમિક સદસ્યો પોતાના ઘરમાંથી અને પોતાના ઘરનો સભ્ય બનાવી લીધો હોય, તો એક તમારો અને એક કોઈ બીજાનો એમ માત્ર બે મત અપાવી દો. તો 182 સીટ પર ભારતીય જનતા પાર્ટી 100 ટકા ગુજરાતમાં દરેક સીટ જીતી શકશે. સીઆર પાટીલે કહ્યું કે, ઘણાને એવું લાગશે અહીંયાં કે આ પ્રમુખ થઈ ગયો એટલે આ ભાઈને કંઈક નશોબશો ચઢી ગયો લાગે છે અને 182 સીટની વાત કરે છે. આજ દિન સુધી કોઈ રાજ્યની અંદર કોઈ મોટા રાજ્યમાં કોઈ પણ પાર્ટી (Gujarat BJP) એ પૂરેપૂરી 100 ટકા સીટ જીતી જ નથી. પણ તમને યાદ કરાવી દઉં કે તમે લોકોએ બે વાર 26માંથી 26 સીટ લોકસભામાં જીત્યા છો અને આ તમારી તાકાતનો અંદાજ તમને છે કે નહિ મને ખબર નથી પણ મને છે.
પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી

બ્રિજેશ દોશી/ગાંધીનગર :2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો જીતવાનો ગુજરાત પ્રદેશ ભાજપે ટાર્ગેટ રાખ્યો છે તેવો જૂનાગઢમાં અભિવાદન સમારોહમાં ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) હુંકાર કર્યો છે. સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, કાર્યકરોની મહેનતથી આપણે તમામ સીટો જીતી શકીશું. વધુમાં સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું કે, તમે 1 કરોડ 13 લાખ પ્રાથમિક સદસ્યો પોતાના ઘરમાંથી અને પોતાના ઘરનો સભ્ય બનાવી લીધો હોય, તો એક તમારો અને એક કોઈ બીજાનો એમ માત્ર બે મત અપાવી દો. તો 182 સીટ પર ભારતીય જનતા પાર્ટી 100 ટકા ગુજરાતમાં દરેક સીટ જીતી શકશે. સીઆર પાટીલે કહ્યું કે, ઘણાને એવું લાગશે અહીંયાં કે આ પ્રમુખ થઈ ગયો એટલે આ ભાઈને કંઈક નશોબશો ચઢી ગયો લાગે છે અને 182 સીટની વાત કરે છે. આજ દિન સુધી કોઈ રાજ્યની અંદર કોઈ મોટા રાજ્યમાં કોઈ પણ પાર્ટી (Gujarat BJP) એ પૂરેપૂરી 100 ટકા સીટ જીતી જ નથી. પણ તમને યાદ કરાવી દઉં કે તમે લોકોએ બે વાર 26માંથી 26 સીટ લોકસભામાં જીત્યા છો અને આ તમારી તાકાતનો અંદાજ તમને છે કે નહિ મને ખબર નથી પણ મને છે.

કોરોનામાં રામબાણ ઈલાજ સાબિત થયેલા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનને લઈને મોટો ખુલાસો.... 

કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવાની ટકોર કરી
આમ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જુનાગઢ પ્રવાસ દરમિયાન માસ્તર બન્યા હતા. તેઓએ જૂનાગઢ શહેરના કાર્યકરોનો ક્લાસ લીધો હતો. સાથે જ કાર્યકરોને જૂથવાદથી દૂર રહી કામ કરવાની ટકોર કરી હતી. સાથે જ નેતાઓના ઝભ્ભા પકડવાના બદલે પેજ સમિતિમાં સાચા કાર્યકરોને સ્થાન આપવા સૂચના આપી છે. તેઓએ કહ્યું કે, ચૂંટણીમાં જો ટિકીટ જોઇતી હશે તો છેલ્લી 4 ચૂંટણીમાં પેજ-બુથમાં પક્ષને લીડ હોવી જરૂરી છે. જો લીડ ન હોય તો ટિકિટની અપેક્ષા ન રાખવી. તેઓએ લોકોના કામ કરવા કાર્યકરોને ટકોર કરી હતી. સાથે જ કહ્યું કે, મંત્રીઓ-સાંસદો પાસે લોકોના પ્રશ્નો પહોંચાડવાની કાર્યકરોની જવાબદારી છે. 

4 કલેક્ટરના પગારની બરાબરી કરતા પશુપાલક ગંગાબેને માત્ર 1 ગાયથી બિઝનેસની શરૂઆત કરી હતી 

સૌરાષ્ટ્રના જૂના નેતાઓને મળ્યા પાટીલ 
સૌરાષ્ટ્ર મુલાકાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જૂના નેતાઓને એક કરવાની શરૂઆત કરી છે. તેઓએ જૂનાગઢમાં રહેતા કાર્યકરોના ઘરે પહોંચ્યા હતા. તેઓએ પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય સાથે ખાસ મુલાકાત કરી હતી. હેમાબેન આચાર્ય આરઝી હુકુમત આંદોલનમાં સામેલ થયા હતા. તો આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ખોડલધામના પણ દર્શન કરશે. ખોડલધામ ખાતે પ્રદેશ અધ્યક્ષની રજત તુલા કરાશે. પ્રદેશ અધ્યક્ષને ચાંદીમાં તોલી સ્વાગત કરાશે. 

કમલમમાં બનાવી નવી રણનીતિ 
ભાજપના કાર્યકરોના તમામ પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સીઆર પાટીલે નવી રણનીતિ અપનાવી છે. સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું કે, રાજ્યકક્ષાના મંત્રી સપ્તાહમાં 2 દિવસ કમલમ પર આવશે અને કાર્યકરોના દરેક કામ થશે. સીઆર પાટીલે જણાવ્યું કે, ઘણાં બધાં સરકારી કામો કોઈનાં અટકેલાં હશે, એટલે આપણે એક કમલમમાં વ્યવસ્થા કરી છે. કદાચ આવતા વીકથી સોમ અને મંગળ બે દિવસ કાર્યકર્તાઓ ગાંધીનગર જાય છે, પરંતુ તમે કોંગ્રેસનો બીજો ધારાસભ્ય ચૂંટેલો છે, જે તમારી સાથે આવતો નથી અને તમને સચિવાલયમાં પાસ મળતો નથી. જો પાસ મળે તો તમને મિનિસ્ટર મળતા નથી. મિનિસ્ટર મળશે તો તમને સીધો જવાબ આપતા નથી. આવું બને છે? જેનો આપણે એનો ઉકેલ કર્યો છે કે અમારા કાર્યકર્તાને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવી જોઈએ. અને એટલે સોમવાર અને મંગળવાર 2 દિવસ 12 થી 5 ગુજરાત સરકારના એક-એક મંત્રી ગાંધીનગરના કમલમની ઑફિસમાં બેસશે. તમને જો કંઈ સરકારનું કામ હોય, તમે એને લખીને આપી આવો. એ સરકારમાં જે તે મિનિસ્ટર સુધી પહોંચાડશે. અને એ મિનિસ્ટર તમને લેખિતમાં જવાબ આપશે તમારું કામ થશે અથવા નહીં થઈ શકે. 

ગોરધન ઝડફિયાના હત્યાના ષડયંત્ર વિશે વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news