હવે IRCTCમા પોતાની ભાગીદારી વેચશે મોદી સરકાર! શરૂ થઈ તૈયારી


આ વેચાણ નરેન્દ્ર મોદી સરકારની તે મહત્વકાંક્ષી યોજનાનો ભાગ હશે જે હેઠળ આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21 ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકાર 2.1  લાખ કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. 

હવે IRCTCમા પોતાની ભાગીદારી વેચશે મોદી સરકાર! શરૂ થઈ તૈયારી

નવી દિલ્હીઃ મોદી સરકાર હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)મા પોતાની વધુ ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે. આ વેચાણ નરેન્દ્ર મોદી સરકારની તે મહત્વકાંક્ષી યોજનાનો ભાગ હશે જે હેઠળ આ નાણાકીય વર્ષ એટલે કે 2020-21 ડિસઇન્વેસ્ટમેન્ટથી સરકાર 2.1  લાખ કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. 

કઈ રીતે થશે વેચાણ
ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે IRCTCનો આઈપીઓ આવ્યા બાદ આમ તો તેમાં સરકારની ભાગીદારી ઘટીને 87.40 ટકા રહી ગઈ હતી. એક વ્યાપાર ટીવી ચેલનના રિપોર્ટ અનુસાર, ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગે IRCTCમા ભાગીદારી વેચવા માટે મર્ચન્ટ બેન્કર અને સેલિંગ બ્રોકર્સની નિમણૂક શરૂ કરી દીધી છે. આ વેચાણ OFS દ્વારા કરવામાં આવશે. ઓએફએસ માટે પ્રી-બિડ બેઠક થઈ ચુકી છે અને હવે બિડિંગ પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. 

શું હોય છે OFS રૂટ
ઓફર ઓર સેલ એટલે કે ઓએફએસ રૂટ દ્વારા કોઈ લિસ્ટેડ કંપની એક્સચેન્જ પ્લેટફોર્મ પર ખુદના શેર વેચે છે. આ એક વિશેષ વિન્ડો છે જેની સુવિધા માત્ર ટોપ 200 કંપનીઓને મળે છે. તેમાં ઓછામાં ઓછા 25 ટકા શેર મ્યૂચુઅલ ફંડ કે વીમા કંપનીઓ જેવા સંસ્થાગત રોકાણકારો માટે રિઝર્વ રાખવાના હોય છે. 

એપલનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચ્યું, આ મુકામ હાસિલ કરનારી USની પ્રથમ કંપની

પહેલા 100 ટકા હતી ભાગીદારી
શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ પોતાની ભાગીદારીને ઓછી કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019મા આવેલા આઈપીઓ દ્વારા સરકારે IRCTCમા પોતાની ભાગીદારી 12.6 ટકા ઘટાડી દીધી હતી. પહેલા રેલવે દ્વારા સરકારની તેમાં 100 ટકા ભાગીદારી હતી. 

આઈઆરસીટીસી ભારતીય રેલવેની સહાયક કંપની છે
આઈઆરસીટીટી ટ્રેનોમાં સફર કરનાર લોકોની ઓનલાઇન ટિકિટોના બુકિંગની સાથે યાત્રા દરમિયાન ભોજન વગેરેની વ્યવસ્થા કરે છે. આ સિવાય આ કંપની દ્વારા દેશમાં ખાનગી ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news