પત્તુ કપાતા કુંડારિયાનો કટાક્ષ! 'ભાજપ મા છે, મોટા પાસેથી રમકડું લઈ નાના બાળકને આપ્યું'

Lok Sabha Election 2024: રાજકોટથી ભાજપના સાંસદ મોહન કુંડારિયાનું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવી ગયું છે. હાલ સોશિયલ મીડિયામાં પણ કુંડારિયાનો આ નિવેદનવાળો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કુંડારિયા નામ લીધા વિના પણ પુરષોત્તમ રૂપાલા પર આડતકરો કટાક્ષ કરતા નજરે પડે છે.

પત્તુ કપાતા કુંડારિયાનો કટાક્ષ! 'ભાજપ મા છે, મોટા પાસેથી રમકડું લઈ નાના બાળકને આપ્યું'

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપે પહેલી યાદી જાહેર કરતાની સાથે જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ આવખતે કપાઈ ગઈ છે. એમના બદલે આ વખતે રાજકોટની બેઠક પરથી પુરષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પત્તુ કપાયા બાદ કુંડારિયા કંઈક અલગ મિઝાઝમાં જોવા મળ્યાં. આજે મોહન કુંડારિયાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે આડકતકી રીતે નામ લીધાં વિના પણ પોતાની જ પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યો.

ટિકિટ કપાયા બાદ કુંડારિયાએ કયા નેતા પર કર્યો કટાક્ષ?
રાજકોટથી ભાજપના સાંસદ મોહન કુંડારિયાનું એક નિવેદન ખુબ જ ચર્ચામાં આવી ગયું છે. હાલ સોશિયલ મીડિયામાં પણ કુંડારિયાનો આ નિવેદનવાળો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કુંડારિયા નામ લીધા વિના પણ પુરષોત્તમ રૂપાલા પર આડતકરો કટાક્ષ કરતા નજરે પડે છે.

 

નાનું બાળક રડતું હોય તો મોટા પાસેથી રમકડું લઈને નાનાને આપે એમ ભાજપમાં છેઃ
ભાજપ મા છે, નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે. કુંડારિયાએ આ પ્રકારે આડકતરી રીતે નામ લીધી વિના કટાક્ષ કર્યો છે. રાજકીય વર્તુળોમાં અને ત્યાં હાજર પત્રકારો તો તુરંત જ સમજી ગયા હતા કે કુંડારિયા કોના પર કટાક્ષ કરી રહ્યાં છે. અહીં રમકડાંને કુંડારિયાએ લોકસભાની ટિકિટ સાથે સરખાવી છે. અને પોતાની જાતને મોટા બાળક ગણાવ્યાં છે આડકતરી રીતે. 

કુંડારિયાએ કહ્યું રૂપાલાને જીતાડવાની જવાબદારી અમારી છેઃ
મોહન કુંડારિયાએ જણાવ્યુ હતું કે, છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને લોકસભાની ચૂંટણી લડવાની તક આપી હતી. તે જ રીતે ભાજપની પ્રદેશ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડે પુરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી છે. ત્યારે તેમને જિતાડવાની જવાબદારી અમારા સૌ કોઈની છે. 

કુંડારિયાના કટાક્ષ અંગે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા વહેતી થઈ છેકે, તેમણે પોતાને મોટું બાળક ગણાવ્યા છે અને લોકસભાની ટિકિટને રમકડું ગણાવ્યું છે. હવે સમજદારને ઈશારો કાફી છેકે, તેમણે નાનું બાળક કોને ગણાવ્યું છે. કુંડારિયાએ પ્રધાનમંત્રી મોદી, પક્ષના કાર્યકરો અને મતદારોનો આભાર વ્યક્તિ કર્યો. 

બબ્બે વાર લોકસભા જીતનાનું આવખતે કપાયું પત્તુઃ
રાજકોટ લોકસભાની બેઠક પરથી બબ્બે વખત ચૂંટણી લડી જીત મેળવતા મોહન કુંડારિયાનું આ વખતે પત્તું કપાયું છે. તેમને લોકસભાની ટિકિટ મળી નથી, ત્યારે આજે કુંડારિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, જેમણે 9 વખત ભાજપમાંથી ચૂંટણી લડવાની તક આપી અને તેમાંથી 8 વખત જીત મેળવી. જોકે આ સમયે તેમને લોકસભાની ટિકિટ કપાવવા મુદ્દે કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ મા સમાન છે. નાનું બાળક રમકડા માટે રડતું હોય તો માતા રમકડું મોટા બાળક પાસેથી લઈ નાના બાળકને આપી દે છે. આ જ ભાજપની પ્રક્રિયા છે. આ રીતે કુંડારિયાએ કંઈ પણ ન કહીને ઘણું બધું કહી દીધું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news