'ના'રાજીનામાં સાથે જ કેતન ઇનામદારનાં ઘરની બહાર નેતા-સમર્થકોનો ઠઠ જામ્યો

કેતન ઇનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. આ સમાચાર તેમનાં સમર્થકોમાં જંગલની આગની જેમ ફેલાઇ રહ્યા છે. જેમ જેમ આ સમાચાર ફેલાતા જાય છે તેમ તેમ સમર્થકો મોટા પ્રમાણમાં તેમનાં ઘરે એકત્ર થઇ રહ્યા છે. કેતન ઇનામદારનાં સમર્થનમાં નારા લાગી રહ્યા છે. તો ભાજપ વિરોધી ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે. જો કે સ્પષ્ટ રીતે ભાજપની વિરુદ્ધ કોઇ બોલવા તૈયાર નથી કારણ કે હજી કેતન ઇનામદાર દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે પરંતુ તેનો સ્વિકાર કરવામાં નથી આવ્યો. 
'ના'રાજીનામાં સાથે જ કેતન ઇનામદારનાં ઘરની બહાર નેતા-સમર્થકોનો ઠઠ જામ્યો

વડોદરા : કેતન ઇનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. આ સમાચાર તેમનાં સમર્થકોમાં જંગલની આગની જેમ ફેલાઇ રહ્યા છે. જેમ જેમ આ સમાચાર ફેલાતા જાય છે તેમ તેમ સમર્થકો મોટા પ્રમાણમાં તેમનાં ઘરે એકત્ર થઇ રહ્યા છે. કેતન ઇનામદારનાં સમર્થનમાં નારા લાગી રહ્યા છે. તો ભાજપ વિરોધી ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે. જો કે સ્પષ્ટ રીતે ભાજપની વિરુદ્ધ કોઇ બોલવા તૈયાર નથી કારણ કે હજી કેતન ઇનામદાર દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે પરંતુ તેનો સ્વિકાર કરવામાં નથી આવ્યો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદાર સાવલીમાં ખુબ જ મોટુ માથુ ગણાય છે. 12 પાસ કેતન ઇનામદાર 2012માં જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપ અને નરેન્દ્ર મોદીનાં નામનો ડંકો વાગતો હતો. ભાજપ જેના પર હાથ મુકે તે ઉમેદવાર યોગ્ય હોય કે ના હોય જીતી જતો હતો. તેવી સ્થિતીમાં કેતન ઇનામદાર 2012માં સાવલીમાંથી અપક્ષ ચૂંટણી લડ્યા પણ ખરા અને જીત્યા પણ ખરા. તેનાંથી જ તેમનું કદ કેટલું વિશાળ હશે તે જોઇ શકાય છે. સ્થાનિક લોકોમાં કેતનભાઇની પકડ ખુબ જ મજબુત હતી. જો કે 2017માં તેઓ ભાજપ સાથે ભળી ગયા અને 2017માં પણ ભવ્ય વિજય મેળવ્યો. 

જો કે 2014માં મુખ્યમંત્રી દિલ્હી વડાપ્રધાન તરીકે ગયા ત્યારથી ગુજરાતની રાજકીય સ્થિતી ડામાડોળ બની ગઇ હતી. હાર્દિક પટેલનું આંદોલને રાજનીતિ વધારે અસ્થિર બની. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું. ત્યાર બાદ વિજય રૂપાણીને કમાન સોંપવામાં આવી. જો કે અધિકારીઓ અને સરકાર વચ્ચેનું દ્વંદ્વ વારંવાર બહાર આવતું રહેતું હતું. જેની અસર ન માત્ર મુખ્યમંત્રી સુધી સીમિત રહેતા ધારાસભ્યો સુધી પણ પહોંચી. અનેક ધારાસભ્યો આ અગાઉ પણ અધિકારીઓ તેમને નહી ગાંઠતા હોવાની ફરિયાદ દબાતા સુરે કરી ચુક્યા છે. ત્યારે કેતન ઇનામદારનું રાજીનામું સરકાર અને અધિકારી બંન્ને સામે બળવો કહી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news