ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે ઉઠ્યા વિરોધના સૂર, મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કમલમ પહોંચી કર્યો વિરોધ

Gujarat Election 2022: મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે ઉઠ્યા વિરોધના સૂર, મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કમલમ પહોંચી કર્યો વિરોધ

આશ્કા જાની/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં અમુક સીટો પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારો સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. જેથી મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે પહોંચી વિરોધ કરી રહ્યા છે. કાર્યકરો ઉમેદવાર બદલવા માટે રજૂઆત કરી રહ્યા છે.

મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. વિજાપુરમાં ભાજપના ઉમેદવાર રમણ પટેલનો તેમને જબરદસ્ત વિરોધ કરીને પ્રદર્શન કર્યું હતું. ઉમેદવાર સામે નારાજ લોકોએ કમલમમાં રજૂઆત કરી હતી કે વિજાપુરમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. બીજી બાજુ કમલમ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, વડોદરા જિલ્લાની બેઠકો પર ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે. વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, કરજણના સતીષ નિશાળિયા અને પાદરામાં નારાજ દિનુ મામા સાથે ગૃહ રાજ્યમંત્રી બેઠક કરશે. ત્રણેય નારાજ નેતાઓએ અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી છે. જેથી કોઈ મોટો બળવો ના થાય તેના માટે હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news