મોરવા હડફમાં ભાજપે લહેરાવ્યો ભગવો, નિમિષાબેન સુથારની 45432 મતોથી જીત

આ પેટાચૂંટણી (Byelection)માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો.  મતગતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે 45432થી જીત નોંધાવી છે.

મોરવા હડફમાં ભાજપે લહેરાવ્યો ભગવો, નિમિષાબેન સુથારની 45432 મતોથી જીત

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી પૂર્ણ થઈ છે. આ પેટાચૂંટણી (Byelection)માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યું હતું. મતગતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે 45432થી જીત નોંધાવી છે.

કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી 
પેટાચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે. તો આ જાણી જતા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મેદાન છોડ્યું હતું. મતગણતરી કેન્દ્રની બહાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી. હાર સ્વીકારીને તેમણે કહ્યું કે, જનતાએ જે જનાદેશ આપ્યો તે સ્વીકાર છે. ભાજપ સત્તામાં હોઈ પાવરનો ઉપયોગ કરી જીત મેળવી છે. કોરોના કાળમાં ચૂંટણી યોજવી અયોગ્ય હતું. 

કોરોનાને કારણે ગાયબ રહ્યા સમર્થકો
મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીની મત ગણતરીમાં કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું હતું. દર વખતે હજારોની સંખ્યામાં દેખાતા સમર્થકો આજે ગાયબ જોવા મળ્યા હતા. મતગણતરી કેન્દ્રનું મેદાન સાવ ખાલીખમ જોવા મળ્યું હતું. ચુસ્તપણે કોરોના ગાઇડલાઈનનો અમલ કરાવવામાં આવ્યો હતો. અગાઉની ચૂંટણી મતગણતરી ટાણે હજારો સમર્થકોથી ઉભરાતો મત ગણતરી બહારનો વિસ્તાર હાલ સુમસામ ભાસી રહ્યો હતો. કોરોનાના ગ્રહણને લઈ ઉમેદવારના સમર્થકોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો.

મતગણતરી કેન્દ્રમાં જવા માટે કોરોના ટેસ્ટ અને વેક્સીન ફરજિયાત 
જોકે, કોવિડ 19ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news