રાજકારણ ગરમાયું! BJPના અલ્પેશ ઠાકોરે જાહેર સભામાં ગેની બેન ઠાકોર પર કર્યા આકરા પ્રહાર
Gujarat Election 2022: અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, વાવમાં કમળ ખીલે તેવી હું બધાને અપીલ કરું છે, તેમજ 150 બેઠકો પર કમળ ખીલવાનું છે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
Trending Photos
બનાસકાંઠા: વિધાનસભાની ચૂંટણી નજીક આવતા હવે દરેક દિગ્ગજ નેતાઓ નિવેદનબાજી કરી ચર્ચામાં રહેવા માંગે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે સીધા જનતાના સંપર્ક આવતા જોવા મળી રહ્યા છે.
એક જાહેર સભામાં સંબોધતા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યુ કે, હાલના ધારાસભ્ય એક જ બહાનું કરે છે સરકાર અમારી નથી અમે શું કરી શકીએ. આપણે 5 વર્ષ બગાડવાના છે કે પછી વિસ્તારમાં વિકાસ કરવાનું છે એ જનતાને નક્કી કરવું છે.
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, વાવમાં કમળ ખીલે તેવી હું બધાને અપીલ કરું છે, તેમજ 150 બેઠકો પર કમળ ખીલવાનું છે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
બીજી તરફ ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, બનાસકાંઠામાં એકેય આયાતી ઉમેદવાર નથી બધા લોકલ છે અને આ વખતે બનાસકાંઠાની 9માંથી 9 બેઠક કોંગ્રેસની જીતાવની છે તેવો દાવો વ્યકત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરેક પાર્ટીના નેતાઓ પ્રચાર પ્રસારના ભાગેરૂપે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરો હાલ જુદા જુદા જિલ્લાઓમાં સભાઓ ગજવી રહ્યા છે અને ભાજપ તરફી લોકોને મતદાન થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે