ટેટ- 2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક ખુશખબર, બહાર પડ્યું જાહેરનામું, જાણો વિગતે

21/10 થી 5/12 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન ફી ભરવાનો સમય 21/10થી 6/12 સુધીનો છે. ત્યારબાદ 7/12થી 12/12 સુધી લેટ ફી ભરી શકાશે. પરીક્ષાનો સંભવિત માસ ફેબ્રુઆરી અથવા માર્ચ 2023 હોઈ શકે છે.

ટેટ- 2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક ખુશખબર, બહાર પડ્યું જાહેરનામું, જાણો વિગતે

ગાંધીનગર: ટેટ- 2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહ્યા છે. ટેટ-2 માટે રાજ્ય પરીક્ષા બોર્ડે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ઉમેદવારોએ રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. 21/10 થી 5/12 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન ફી ભરવાનો સમય 21/10થી 6/12 સુધીનો છે. ત્યારબાદ 7/12થી 12/12 સુધી લેટ ફી ભરી શકાશે. પરીક્ષાનો સંભવિત માસ ફેબ્રુઆરી અથવા માર્ચ 2023 હોઈ શકે છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા TET-1 અને TET-2 પરીક્ષા યોજવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ હોવી ફરજીયાત છે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી, ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 

મહત્વનું છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ટેટ-2નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે. તમને જણાવી દઈએ કે ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી. 

નોંધનીય છે કે, માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી. વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news