શરમ કરો! બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગ: 2 ડોક્ટર 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટર 2 ટર્મ માટે સસ્પેન્ડ

પીજી મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષના સીનિયર રેસિડેન્સ ડોક્ટરો અને પીજી સ્ટુડન્ટ્સ સામે કરાયેલી રેગિંગની ફરિયાદ મુદ્દે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ સુનાવણી હાથ ધરી હતી. 

શરમ કરો! બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગ: 2 ડોક્ટર 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટર 2 ટર્મ માટે સસ્પેન્ડ

અમદાવાદ: શહેરની નામાંકિત અને દેશદુનિયામાં નામ ગજવતી બી.જે.મેડિકલ ફરીથી વિવાદમાં આવી છે. પીજી મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષના સીનિયર રેસિડેન્સ ડોક્ટરો અને પીજી સ્ટુડન્ટ્સ સામે કરાયેલી રેગિંગની ફરિયાદ મુદ્દે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ સુનાવણી હાથ ધરી હતી. 

કમિટીની સુનાવણી ત્રણથી ચાર કલાક ચાલી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ પીજી રેસિડેન્સ ડોક્ટરોના નિવેદનો લેવાયા હતાં અને કમિટીએ પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ હોવાનું નોંધ્યું હતુ. આ ઘટનામાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનાર રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો:

આ મામલે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. પોસ્ટ ગ્રેજ્યુએટના 3 વિદ્યાર્થીઓ સામે રેગીંગનો આરોપ જુનિયર વિદ્યાર્થીઓએ મૂક્યો છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓનું રેગીંગ કરતા હોવાની વિદ્યાર્થીઓએ ડીનને ફરિયાદ કરી છે. આ ફરિયાદ લેખિતમાં કરાઈ છે અને મામલો સીધો ડીન ઓફિસ સુધી પહોંચ્યો છે. કુલ 6 જુનિયર વિદ્યાર્થીઓએ 3 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરી છે. 

બીજે મેડિકલ કોલેજમાં બનેલી રેગીંગની ઘટના પહેલીવાર નથી. આ પહેલા પણ અનેકવાર રેગીંગની ઘટનાઓ બની ચૂકી છે. મંગળવારે 6 વિદ્યાર્થીઓએ તેમના સિનિયર્સ દ્વારા પટ્ટા-જૂતા અને રબ્બરની પાઈપથી માર મારતા હોવાની ફરિયાદ કોલેજના ડીન અને પી.જી. ડિરેક્ટરને કરી છે. આ રેગીંગની ઘટના બાદ બે વિદ્યાર્થીઓને કાનમાં બહેરાશ આવી હોવાનું જાણવા મળ્યું છે.  મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતા ધવલ માંકડિયા, જયેશ ઠુમ્મર અને હર્ષ સુરેજા વિરૂદ્ધ પહેલા વર્ષના 6 વિદ્યાર્થીઓ અને તેમના વાલીએ રેગિંગની ફરિયાદ કરી છે. 

9 મહિના પહેલા કોલેજમાં એડમિશન લેનારા આ વિદ્યાર્થીઓએ ફરિયાદમાં કહ્યું કે, અમે આવ્યા ત્યારથી સનિયર વિદ્યાર્થીઓ તેમને હેરાન કરી રહ્યાં છે. તેમના શારીરિક અને માનસિક રીતે પીડા આપવામાં આવી રહી છે. તો સાથે જ તેમને એટલુ ટોર્ચર કરવામાં આવે છે કે, તેઓને આત્મહત્યા કરવાના વિચારો પણ આવે છે. 

આ પણ વાંચો:

રેગિંગ કરનાર ત્રણ પૈકી હર્ષ સુરેજા નામના સ્ટુડન્ટે રેગિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારેની ભૂલ નહીં થાય તેવી બાયધરી આપી હતી. જ્યારે જયેશ ઠુમમર અને ધવલ માકડિયાએ કબૂલાત નહોતી કરી. જયેશ ઠુમ્મર અને ધવલ માંકડિયાને 3 ટર્મ એટલે દોઢ વર્ષ માટે અને હર્ષ સુરેજાને 2 ટર્મ એટલે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કર્યા બાદ ફરીથી જ્યારે ત્રણેય ડોક્ટર રિજોઈન કરશે, ત્યારે તેમની પાસેથી ડિપાર્ટમેન્ટનું ગુડ સર્ટિફિકેટ લેવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news