MUSCAE OF EYE: ઘણી વખત આંખોની સામે નાચવા લાગે છે અજીબ કીડાઓ, જાણો એની પાછળનું શું છે કારણ

 what is floaters: ઘણી વખત એવું થાય છે કે, લોકો થોડીવાર માટે આસમાની અથવા તો સફેદ રંગ જેવી સ્ક્રિનમાં કેટલાક કીડા નાચતા હોય અથવા તો ચાલતા હોય તેવું જોવા મળે છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં Muscae volitantes (મસ્કી વૉલિટેન્સ) કહેવામાં આવે છે પરંતુ તમે આંખોમાં જે જુઓ છો તે હકીકતમાં ત્યાં હાજર જ હોય છે અને આંખોની અંદર જ ફરતા હોય છે. 

MUSCAE OF EYE: ઘણી વખત આંખોની સામે નાચવા લાગે છે અજીબ કીડાઓ, જાણો એની પાછળનું શું છે કારણ

Muscae volitantes/Flying Flies: શું તમે ક્યારેય આંખો બંધ થતાં નજરની સામે જ અજીબો ગરીબ કીડા નાચતા જોયા છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે, 76 ટકા લોકો આ પ્રકારનો અનુભવ કરે છે. જેને ફ્લોટર્સ કહેવામાં આવે છે. જેમાં આંખોની સામે નાના કીડાઓ જેવું સ્ટ્રક્ચર રહેલું હોય છે. જે ચાલતું હોય તેવું દેખાય છે. તો તમારા મનમાં સવાલ થતો હશે કે, આવું કેમ..? તેનો જવાબ પણ તમને આપી જ દઇએ 

ઘણી વખત એવું થાય છે કે, લોકો થોડીવાર માટે આસમાની અથવા તો સફેદ રંગ જેવી સ્ક્રિનમાં કેટલાક કીડા નાચતા હોય અથવા તો ચાલતા હોય તેવું જોવા મળે છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં Muscae volitantes (મસ્કી વૉલિટેન્સ) કહેવામાં આવે છે પરંતુ તમે આંખોમાં જે જુઓ છો તે હકીકતમાં ત્યાં હાજર જ હોય છે અને આંખોની અંદર જ ફરતા હોય છે. 

આંખોની સામે એક કોર્નિયા હોય છે અને તેના પાછળ એક પરત હોય છે. જેની બેક સાઇડમાં aqueous humour (એક્વિયસ હ્યુમર) હોય છે. જે મૂળ રૂપથી એક દ્વવ્યનું નાનુ ગ્રુપ છે. જેમાં લોહીની કોશિકા અથવા તો પ્રોટીન કણ હોય છે. આ દ્વવ્ય લેન્સ અને રેટિના વચ્ચે રહેલું હોય છે. 

બહારનો પ્રકાશ આંખોમાં લેન્સ મારફતે અંદર આવે છે અને રેટિનામાં વિશિષ્ટ કોશિકાઓને એક્ટિવ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણી વખતી તરલ પદાર્થ જેવા કણ રેટિના પર પડછાયો પાથરે છે. જેના કારણે કીડા જેવા ચિત્રોનું મૂવમેન્ટ દેખાય છે અને કેટલીક સેકન્ડો બાદ ગાયબ પણ થઇ જાય છે. તમને જણાવી દઇએ કે આ કોઇ સમસ્યા નથી એક સામાન્ય પ્રક્રિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news