બર્ડફ્લૂનો ફફડાટ: રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ

દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લુની દહેશત વધતી જાય છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પશુપાલન વિભાગ સતર્ક બની ગયું છે. ભાવનગર જિલ્લાના મરઘાં ઉછેર કેન્દ્રો ખાતે તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ જિલ્લા પશુપાલન વિભાગની ટિમ મહુવા પહોંચી હતી. જ્યાં આવેલા અનેક મરઘા ઉછેર કેન્દ્રો ખાતે મરઘાંઓનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 
બર્ડફ્લૂનો ફફડાટ: રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં તંત્ર દ્વારા ચેકિંગ

નવનીત દલવાડી/ભાવનગર: દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લુની દહેશત વધતી જાય છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પશુપાલન વિભાગ સતર્ક બની ગયું છે. ભાવનગર જિલ્લાના મરઘાં ઉછેર કેન્દ્રો ખાતે તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ જિલ્લા પશુપાલન વિભાગની ટિમ મહુવા પહોંચી હતી. જ્યાં આવેલા અનેક મરઘા ઉછેર કેન્દ્રો ખાતે મરઘાંઓનું ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

ભાવનગર જિલ્લામાં 11 તાલુકા છે અને 11 તાલુકા માટે પશુપાલન વિભાગની જિલ્લા પંચાયતની 13 ટિમો કામે લાગી છે, જિલ્લામાં આવેલા 65 જેટલા પોટરી ફાર્મમાં આશરે 6.50 લાખથી વધુ મરઘાં નોંધાયેલા છે, ત્યારે પશુપાલન વિભાગ સતર્ક બનીને તપાસમાં લાગી ગયું છે, દરેક પોટરીમાં તપાસ આદરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા જિલ્લામાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે ચેકિંગ શરૂ કરી દેવાયું છે. 

રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ મળતા ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા 65 પોટરી ફાર્મ માંથી 30 જેટલા પોટરી ફાર્મ ખાતે મરઘાઓના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત બાકીના પોટરી ફાર્મમાં પણ તબક્કાવાર તપાસ ચાલુ છે. ભાવનગર જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીએ સાવચેતીના પગલાંના ભાગરૂપે અપીલ કરી છે. બર્ડ ફલૂ પક્ષીઓમાંથી માણસમાં ફેલાવાની પણ પુરી શક્યતાઓ છે. જેમાં તાવ આવવો, શરીર દુઃખવું, કળતર, શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news