ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, વાવાઝોડાની અસરને કારણે 4 જિલ્લામાં તબાહી જ તબાહી
Gujarat Weather Forecast : રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ... સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 8 ઈંચ વરસાદ બનાસકાંઠા અને પાટણમાં જળબંબાકાર જેવી સ્થિતિ....
Trending Photos
Ambalal Patel Prediction : કચ્છ, સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડાની વ્યાપક અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. ઉત્તર ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય, જયા શનિવારે વરસાદ વરસ્યો ન હોય. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તમામ તાલુકામાં વાવાઝોડાની આફ્ટર ઈફેક્ટ જોવા મળી હતી. શનિવારે આ તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ જોવા મળ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 109 તાલુકામાં વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના આંકડા સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના અમીરગઢમાં 8 ઇંચ વરસ્યો છે. તો બનાસકાંઠાના દાતા અને ધાનેરામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પોશીના અને બનાસકાંઠાના દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આંકડા અનુસાર, ઉત્તર ગુજરાતના જ 10 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 16 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોઁધાયો. આ 16 તાલુકામાં માત્ર ઉત્તર ગુજરાતના તાલુકાનો સમાવેશ થાય છે. 20 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો 34 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.
ક્યાં કેટલો વરસાદ
- અમીરગઢમાં 8 ઈંચ વરસાદ
- દાંતામાં 6.5 ઈચ વરસાદ
- સાબરકાંઠાના પોશીનામાં 6 ઈંચ વરસાદ
- દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ
- પાલનપુરમાં 5 ઈંચ વરસાદ
- રાધનપુરમાં 5 ઈચ વરસાદ
- દિયોદરમાં 4 ઈંચ વરસાદ
- થરાદમાં 3.5 ઈંચ વરસાદ
અમીરગઢના 3 ગામ સંપર્ક વિહોણા
અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલ ચનવાયા ગામના રોડનું નાળુ તૂટી જતા 3 ગામો સંપર્ક વિહોણા બનયા છે. ભારે વરસાદ પડવાથી ત્રણ ગામોનો જવા આવવા માટેનો એક જ માર્ગ બંધ થઈ જતા લોકો અટવાયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાની સૂકી નદીઓ જીવંત બની છે. બનાસનદીમાં નીર આવતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક પણ વધી છે. દાંતીવાડા ડેમમાં સવારે 8 વાગ્યાં સુધી 48 હાજર ક્યુસેક પાણી આવક નોંધાઈ. દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન પડે! પલ્લીથી પ્રસિદ્ધ રૂપાલ ગામના મંદિર પરની બે ધ્વજા અલગ અલગ દિશામાં ફરકતી જોવા મળી..#Rupal #palle #rupalnipalli #gujarat #temple #faith #ZEE24kalak #viral #trendingnow pic.twitter.com/igogahkBAx
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2023
ધાનેરામાં પૂરના પાણીમાં લોકો ફસાયા
બિપોરજોય વાવાઝોડાના પગલે દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ જોવા મળ્યો. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે રેલ નદીમાં પૂર આવ્યું. રેલ નદીના પટમાં ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રે 8 લોકો ફસાયા હતા. ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રે 8 લોકો ફસાયા હતા. આલવાડાંના વહેણમાં ઇકો ગાડીમાં 4 લોકો અને બોલેરો ગાડીમાં 4 લોકો ફસાયા હતા. 7 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા, ઇક્કો ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરાઈ. 3 લોકોનું આલવાડા ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું, 4 લોકોને ndrf ની ટીમે રેસ્ક્યુ કર્યું. ભારે વરસદના લીધે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક વહેણ થયા શરૂ. અત્યાર સુધી ૧૧ લોકોને કરાયા રેસક્યુ કરાયા. બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ધાનેરાની મુલાકાતે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે