Swara Bhaskar એ એરપોર્ટ પર બ્લેક ડ્રેસમાં બેબી બંપ કર્યું ફ્લોન્ટ

Swara Bhaskar: જ્યારથી સ્વરા ભાસ્કરે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી તે સતત ચર્ચામાં છે. આ જાહેરાત બાદ અભિનેત્રી હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. આ દરમિયાન સ્વરાએ એરપોર્ટ પર પાપારાઝીને જોતા પોઝ આપ્યા હતા.

Swara Bhaskar એ એરપોર્ટ પર બ્લેક ડ્રેસમાં બેબી બંપ કર્યું ફ્લોન્ટ

Swara Bhaskar Baby Bump: સ્વરા ભાસ્કર જેણે લગ્નના થોડા મહિના પછી જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી તે તાજેતરમાં પતિ ફહાદ અહેમદ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. આ પહેલીવાર છે જ્યારે એક્ટ્રેસ પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ કેમેરામાં કેદ થઈ. પેપ્સ સાથે વાત કરતા સ્વરાએ કહ્યું- 'હું બેબી બમ્પ સાથે પહેલીવાર ટ્રાવેલ કરી રહી છું.' હવે સ્વરા ભાસ્કરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

No description available.

શોર્ટ ડ્રેસ 
સ્વરા ભાસ્કરે આ વીડિયોમાં બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ માત્ર ટૂંકો જ નથી પણ એટલો ટાઈટ પણ છે કે તેમાં તેનો બેબી બમ્પ ક્લીયર દેખાય છે. એરપોર્ટ પર સ્વરા સાથે પતિ ફહાદ અહેમદ પણ જોવા મળ્યા. આ દરમિયાન સ્વરા લાઈટ મેકઅપ સાથે ખુલ્લા વાળમાં જોવા મળી..

No description available.

flaunted બેબી બમ્પ
સ્વરા ભાસ્કર મુંબઈ એરપોર્ટ પર આવી કે તરત જ તેણે કેમેરા સામે પોઝ આપવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન અભિનેત્રી ઘણી ખુશ દેખાતી હતી અને પેપ્સ સાથે વાત પણ કરી હતી. અભિનેત્રીએ પેપ્સને કહ્યું કે તે પહેલીવાર તેના બેબી બમ્પ સાથે મુસાફરી કરી રહી છે. જો કે તેણીએ જાહેર કર્યું નથી કે તે ક્યાં જઈ રહી છે.

No description available.

લગ્ન
સ્વરા ભાસ્કરે આ વર્ષે 16 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નમાં એવો હોબાળો મચ્યો હતો કે લોકોને પહેલેથી જ પ્રેગ્નન્સીની શંકા હતી. સોશિયલ મીડિયા પણ આવી પોસ્ટથી ભરેલું છે. જ્યારે સ્વરાએ લગ્નના થોડા મહિનાઓ પછી અચાનક જ આટલા વિશાળ બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ફોટા શેર કર્યા, ત્યારે સમાચાર મજબૂત થયા કે અભિનેત્રી લગ્ન પહેલા ગર્ભવતી હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

આ પણ વાંચો:
આગામી બે દિવસ આ રાજ્યો તૂટી પડશે વરસાદ, જાણો બિપોરજોય બાદ શું થશે ગુજરાતના હાલ
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા

સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news