Biparjoy Cyclone: કેટલી તબાહી મચાવશે બિપરજોય? હવામાન વિભાગના ડીજીએ ખતરાની એક-એક વાત જણાવી

Biparjoy Cyclone Latest News: બિપરજોય તોફાનની શરૂઆત થઈ ગઈ છે. જખૌની પાસે તેનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. તોફાનની ગતિ 115-125 કિલોમીટર પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે. આઈએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ તોફાન વિશે વિસ્તારથી માહિતી આપી છે. 

Biparjoy Cyclone: કેટલી તબાહી મચાવશે બિપરજોય? હવામાન વિભાગના ડીજીએ ખતરાની એક-એક વાત જણાવી

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ તુફાન બિપરજોયે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જખૌ બંદર પર તેના લેન્ડફોલ સાથે, તે સ્પષ્ટ થઈ ગયું છે કે બિપરજોય ગુજરાતમાં ત્રાટક્યું છે. IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે હાલમાં તે 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના કચ્છમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે.

હવામાન વિભાગના ડીજીએ જણાવી સમગ્ર વાત
IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે હાલમાં તે 115-125 kmphની ઝડપે આગળ વધી રહી છે. સૌરાષ્ટ્રના કચ્છમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે બિપરજોય વાવાઝોડાની ગતિ પણ મધ્યમાં ઓછી રહેશે. શક્ય છે કે વરસાદ પણ અચાનક બંધ થઈ જાય. આવી સ્થિતિમાં લોકોએ એવું ન વિચારવું જોઈએ કે તોફાન પસાર થઈ ગયું છે. હવામાન વિભાગના ડીજીએ કહ્યું કે જ્યાં સુધી આઈએમડી તરફથી તોફાન અંગે કોઈ સત્તાવાર માહિતી ન આવે ત્યાં સુધી લોકોએ એલર્ટ મોડ પર રહેવું જોઈએ.

— ANI_HindiNews (@AHindinews) June 15, 2023

કેટલા સમય સુધી રહેશે તોફાનની અસર?
આઈએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ કે તોફાનની અસર અડધી રાત સુધી રહેશે. તેના કારણે ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 20 સેન્ટીમીટર સુધી વરસાદ થઈ શકે છે. તોફાનને કારણે દરિયાના મોજા 2થી 3 મીટર સુધી ઊંચા ઉછળી શકે છે. દ્વારકા, મોરબી, કચ્છ જેવા નીચે ક્ષેત્રમાં આ તોફાન હાવી થવાની શક્યતા છે. આઈએમડીના ડીજીએ જણાવ્યું કે તોફાનના ગુજરાતના કિનારે ટકરાયા બાદ હવાની ગતિ અને વરસાદમાં કમી આવશે. મૃત્યુંજય મહાપાત્રાએ આગળ જણાવ્યું કે હવાની દિશા જે પૂર્વથી પશ્ચિમ તરફ હતી તે પશ્ચિમથી પૂર્વ તરફ ચાલવા લાગશે. તેનાથી ઘર અને ઝાડ પડવાની પણ સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news