Biparjoy Cyclone: 500 કિ.મીનો ઘેરાવો અને 50 કિ.મીની આંખ સાથે ગુજરાતના આ વિસ્તારોમાં તહસનહસ કરશે વાવાઝોડું!

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. 

Biparjoy Cyclone: 500 કિ.મીનો ઘેરાવો અને 50 કિ.મીની આંખ સાથે ગુજરાતના આ વિસ્તારોમાં તહસનહસ કરશે વાવાઝોડું!

Gujarat Weather Forecast : ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. 

દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ શકે એવી સંભાવના છે. 

15 તારીખે બપોરે 11થી 3 વાગ્યા વચ્ચે ગુજરાત સાથએ બિપરજોય વાવાઝોડુ ટકરાશે. પોરબંદર, ઓખા, બેટ દ્વારકા અને કચ્છમાં આ વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે. વાવાઝોડાની સચોટ દિશા હાલ નક્કી કરવી અસંભવ છે. કારણ કે, હજુ પણ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. જો આવું થયુ તો ગુજરાત માટે રાહત સમાચાર બની રહેશે. પરંતું હાલ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાવવાનું અનુમાન છે. તેની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે તે ટકરાશે ત્યારે તેની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. પરંતુ આ વાવાઝોડુ કચ્છને વધુ અસર કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિમી, દ્વારકાથી 530 કિમી, નલિયાથી 610 કિમીના અંતરે છે. વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. બિપરજોય વાવાઝોડાએ હવે સમુદ્રમાં ગતિ પકડી છે. ગુજરાતના પોરબંદર તરફ બિપરજોય વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. હાલ વાવાઝોડું 460 કિમી પોરબંદરથી દુર  અને દ્વારકાથી 510 અને નલિયાથી 600 કિમી દૂર છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના વધી છે. 

વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 135 પ્રતિ કલાકની રહેશે 
હાલ વાવાઝોડુ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાં પરાવર્તિત થયું છે. પરજોય મુંબઇ થી ૫૮૦ પોરબંદર થી ૪૮૦ દ્વારકા થી ૫૩૦ અને નલિયા થી ૬૧૦ કિલોમીટર દુર છે. ૧૫ જુન બપોરે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરથી પસાર થવાની શક્યતા છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના રૂપે જમીન સાથે ટકરાઇ શકે છે. વાવાઝોડું ટકરાતા સમયે પવનની ગતિ ૧૨૫ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. 

મંત્રીઓને જિલ્લા મુજબ વાવાઝોડાની કામગીરી સોંપાઈ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય ના દરિયાઈ વિસ્તાર ના જિલ્લાઓ માં સંભવિત બીપ્રોજોય વાવાઝોડા ની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. તદનુસાર, કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના  છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 

હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  

આ વિસ્તારમાં વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, દ્વારકા અને જામનગર વધુ વરસાદની શકયતા છે. આજે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે. 

12 અને 13 જૂને ભારે વરસાદની શક્યતા  

  • 12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. 
  • 13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 
  • 14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 
  • 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.  
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news