એકદમ ઈઝી છે ઘરે બનાવવું mozzarella cheese, જરૂર પડશે માત્ર 2 જ સામગ્રી અને 30 મિનિટની

mozzarella cheese: આજે તમને ફક્ત બે સામગ્રીના ઉપયોગથી ઘરે મોઝરેલા ચીઝ બનાવવાની રીત જણાવીએ. ચીઝ બનાવવાની રીત જાણી લેશો પછી તમારે ક્યારેય બહારથી મોઝરેલા ચીઝ લાવવું નહીં પડે. 

એકદમ ઈઝી છે ઘરે બનાવવું mozzarella cheese, જરૂર પડશે માત્ર 2 જ સામગ્રી અને 30 મિનિટની

mozzarella cheese: ઘરમાં જ્યારે પીઝા, બર્ગર જેવી વાનગી બને છે ત્યારે મોઝરેલા ચીઝ બહારથી લાવવું પડે છે. મોઝરેલા ચીઝ વિના આ વસ્તુઓ એટલી સ્વાદિષ્ટ લાગતી નથી તેથી દર વખતે ચીઝ બહારથી લાગુ પડે છે. પરંતુ આજે તમને ફક્ત બે સામગ્રીના ઉપયોગથી ઘરે મોઝરેલા ચીઝ બનાવવાની રીત જણાવીએ. ચીઝ બનાવવાની રીત જાણી લેશો પછી તમારે ક્યારેય બહારથી મોઝરેલા ચીઝ લાવવું નહીં પડે. 

મોજીલા ચીઝ બનાવવા માટે તમારે ફક્ત બે જ વસ્તુઓની જરૂર પડશે. દૂધ અને વિનેગરની મદદથી તમે ઘરે સરળતાથી મોઝરેલા ચીઝ બનાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે મોઝરેલા ચીઝ કેવી રીતે બનાવવું.

આ પણ વાંચો:

મોઝરેલા ચીઝ બનાવવાની રીત

ચીઝ બનાવવા માટે કાચા દૂધનો ઉપયોગ કરવો. સૌથી પહેલા કાચા દૂધને ધીમા તાપે ગરમ કરો. પાંચ મિનિટમાં જ્યારે દૂધ હૂંફાળું ગરમ હોય ત્યારે તેમાં થોડી થોડી માત્રામાં વિનેગર ઉમેરો. વિનેગર ઉમેરીને દૂધ ફાટવા લાગે એટલે ધીરે ધીરે તેને હલાવતા રહો. ત્યાર પછી ગેસ બંધ કરો અને દસ મિનિટ સુધી દૂધને દહીં જેવું ઘટ્ટ થવા દો જેથી તેનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય.

હવે એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં એક ચમચી મીઠું ઉમેરો. હવે તેમાં તૈયાર કરેલું દૂધ ઉમેરો. ત્યાર પછી તેમાંથી દૂધને કાઢીને એક બાઉલમાં લઈ લો અને તેને બરાબર હાથથી મસળો. આ પ્રક્રિયા ત્યાં સુધી કરો જ્યાં સુધી ચીઝ એકદમ સોફ્ટ ન થઈ જાય. 

ત્યાર પછી એક બાઉલમાં ઠંડુ પાણી લઇ અને તેમાં થોડા બરફના ટુકડા ઉમેરો. તૈયાર કરેલા ચીઝને આ પાણીમાં પાંચ મિનિટ માટે રાખો. પાંચ મિનિટ પછી ચીઝને બહાર કાઢો અને એક્સ્ટ્રા પાણી નીચોવી બે થી ત્રણ કલાક માટે એર ટાઈટ કન્ટેનરમાં રાખો. ઘરે તૈયાર કરેલા આ ચીઝને તમે પીઝા, પાસ્તા, બર્ગર જેવી વાનગીઓમાં ઉપયોગમાં લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news