નીતીશ કુમાર, યોગી આદિત્યનાથે રૂપાણી સાથે કરી વાત, મુખ્યપ્રધાને કહ્યું ગુજરાતમાં શાંતિ, તમામને સુરક્ષા આપીશું

ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા બાદ ડરના માર્યા પોતાના રાજ્યમાં પરત ફરી રહેલા લોકોની ગંભીરતા જોતા નીતીશકુમારે રૂપાણી સાથે વાત કરી હતી.
 

 નીતીશ કુમાર, યોગી આદિત્યનાથે રૂપાણી સાથે કરી વાત, મુખ્યપ્રધાને કહ્યું ગુજરાતમાં શાંતિ, તમામને સુરક્ષા આપીશું

અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર વધતા હુમલાથી સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. ઉત્તર ભારતીય લોકો ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં પરત જવા લાગ્યા છે. આ વચ્ચે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સીએમ વિજય રૂપાણી સાથે વાત કરીને સુરક્ષા આપવાની અપીલ કરી છે. વિજય રૂપાણીએ બંન્ને મુખ્યપ્રધાનોને સુરક્ષા અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યપ્રધાને પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે, જે લોકો ચૂંટણી જીતી શક્યા નથી તેઓ હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. 

ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા બાદ ડરના માર્યા પોતાના રાજ્યમાં પરત ફરી રહેલા લોકોની ગંભીરતા જોતા નીતીશકુમારે રૂપાણી સાથે વાત કરી હતી. આ અંગે નીતીશ કુમારે કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. મેં સીએમ રૂપાણી સાથે વાત કરી છે. અમારા ડીજીપી અને ચીફ સેક્રેટરી પણ ગુજરાતના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છે. 

બીજીતરફ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સીએમ વિજય રૂપાણીને ફોન કરીને ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તો રૂપાણીએ પણ યોગી આદિત્યનાથને જણાવ્યું છે, છેલ્લા ત્રણ દિવસમાં કોઈપણ ઘટના ઘટી નથી. ગુજરાત સરકાર તમામ વ્યક્તિઓને સુરક્ષા આપી રહી છે, અને તમામનું ગુજરાતમાં સન્માન છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા પગલાની યોગી આદિત્યનાથે પ્રશંસા પણ કરી હતી. 

— ANI (@ANI) October 8, 2018

મહત્વનું છે કે, હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે બળાત્કારની ઘટના બન્યા બાદ રાજ્યમાં બિન-ગુજરાતી લોકો પર હુમલા શરૂ થયા હતા. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલાઓ ચાલુ છે. 

— ANI UP (@ANINewsUP) October 8, 2018

અત્યાર સુધી 47ની ધરપકડ
પરપ્રાંતીયો પર થયેલા હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ઉત્તર ભારતીયો રહે છે તે વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સાથે અશાંતિ ફેલાવનારા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી પોલીસે 47 લોકોની ધરપકડ પણ કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં આ પરપ્રાંતીયો પર શરૂ થયેલા હુમલાઓ બાદ હજારો લોકો હિરજત કરીને પોતાના વતન પરત ફરી ગયા છે. 

રપ્રાંતીયોને સુરક્ષા અપાશે
ગૃહરાજ્ય પ્રધાને જણાવ્યું કે, બહારના લોકો જ્યાં કામ કરે છે અને રહે છે ત્યાં સ્થાનિક તંત્ર સાથે સંકલન સાધીને તેમને સુરક્ષા આપવામાં આવી છે. આ માટે અધિકારીઓ સાથે મળીને એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news