રાજકારણના સૌથી મોટા સમાચાર : પ્રિયંકા ગાંધી ગુજરાતની આ બેઠક પરથી લડી શકે છે લોકસભા
Priyanka Gandhi : એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને બીજી તરફ પ્રિયંકા ગાંધીના મેદાનમાં આવશે તો ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે
Trending Photos
Loksabha Elections : ભાજપે 15 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરીને મોટો ઘડાકો કરી દીધો છે. હજી પણ 11 બેઠક માટેના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. જ્યારે કોંગ્રેસ કોની ટિકિટ આપશે તે હજી દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું. પરંતુ આ વચ્ચે એક મોટી ખબર આવી છે. લોકસભા ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. પ્રિયંકા ગાંધી દમણ-દીવથી ચૂંટણી લડી શકે છે. દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે આ દાવો કર્યો છે. જો પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને મોટી અસર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે.
કોંગ્રેસના પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે તેવો દાવો દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે. કેતન પટેલે જણાવ્યો કે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે તૈયારી થઈ રહી છે. દમણ દીવ બેઠકથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને પણ મોટી અસર થશે. દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠકો પર પણ કોંગ્રેસને ફાયદો થશે. દીવને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર પણ અસર થશે.
એક પછી એક આદિવાસી નેતાઓ ભાજપમાં ભળી જતા કોંગ્રેસનો ગઢ ઢીલો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો પાયો મજબૂત છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને બીજી તરફ પ્રિયંકા ગાંધીના મેદાનમાં આવતા જ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાશે. કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ વડાપ્રધાન પણ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, દમણ દીવ બેઠક પરથી ચૂંટણી જીતી પ્રિયંકા ગાંધી દેશના ભાવિ વડાપ્રધાન પણ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને સતત ચોથી વખત રિપીટ કર્યા છે. પ્રિયંકા આ બેઠકથી ચૂંટણી લડે તો દમણ દીવ બેઠક દેશની સૌથી હોટ સીટ બની શકે છે.
હિમાચલના રાજકારણમાં પ્રિયંકા ગાંધીએ સપાટો બોલાવ્યો
ચૂંટણી દરમિયાન હિમાચલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ જે રીતે બગાવત કરી, તેનાથી લાગી રહ્યુ હતું કે વધુ એક રાજ્ય કોંગ્રેસના હાથમાથી નીકળી જશે. પરંતું પાર્ટીના આલાકમાન્ડે સક્રિયતા અને સખ્તી બતાવી. જોકે, ચર્ચા છે કે અહી પ્રિયંકા ગાંધીએ સંભાળેલા મોરચાને કારણે બધુ થાળે પડ્યુ હતું. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, હિમાચલમાં ભાજપે સરકાર પાડી નાંખવાનું પૂરતી ષડયંત્ર રચ્યુ હતું. પરંતુ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તરત સક્રિયતા દાખવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ખુદ વાત કરીને મોરચો સંભાળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે