રાજનીતિના સૌથી મોટા સમાચાર, મનસુખ વસાવાએ કહ્યું; કોઈ પણ સિટિંગ MP કે MLAના સગાને નહીં અપાય ટિકિટ...'

ભાજપ વર્તમાન ધારાસભ્યો અને સાંસદોના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને ટિકિટ નહીં આપે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર  જે પોસ્ટ કરી છે તેમાં પક્ષના આ નિર્ણયની જાણકારી આપી છે.

રાજનીતિના સૌથી મોટા સમાચાર, મનસુખ વસાવાએ કહ્યું; કોઈ પણ સિટિંગ MP કે MLAના સગાને નહીં અપાય ટિકિટ...'

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી વર્તમાન ધારાસભ્યો અને સાંસદોના સગાઓને ટિકિટ નહીં આપે. ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

ભાજપ વર્તમાન ધારાસભ્યો અને સાંસદોના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિને ટિકિટ નહીં આપે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર  જે પોસ્ટ કરી છે તેમાં પક્ષના આ નિર્ણયની જાણકારી આપી છે. મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ચાલુ MP-MLAના પરિવારને ટિકિટ નહીં આપવાનો ભાજપનો નિર્ણય છે તે આવકારું છે અને અમે જે પણ ઉમેદવાર આવશે તેને જીતાડીશું. 

મનસુખ વસાવાએ પોતાની દીકરી પ્રીતિ વસાવા માટે ટિકિટ માગી હતી. પરંતુ પક્ષે નિર્ણય કર્યો છે કે જેટલા પણ સિટિંગ ધારાસભ્યો અને સાંસદો છે તેમના સગાઓને આ વખતે ભાજપ ટિકિટ નહીં આપે, એટલે કે ગુજરાતના 26 સાંસદોના પરિવારજનોને ટિકિટ નહીં મળે. રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના જે આઠ સાંસદો છે તેમાંથી 7 ગુજરાતી ધારાસભ્યોના પરિવારને ટિકિટ નહીં મળે. જી હા...ભાજપ વર્તમાન ધારાસભ્યો-સાંસદોના સગાને ટિકિટ નહીં આપે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપેલી જાણકારી પ્રમાણે ભાજપના વર્તમાન 111 ધારાસભ્યોના પરિજનોને પણ ટિકિટ નહીં મળે. કેમ કે, પાર્ટીએ નિર્ણય કર્યો છે કે વર્તમાન ધારાસભ્યો કે સાંસદોના પરિજનોને ટિકિટ આપવાની નથી. મનસુખ વસાવાએ પોતાની દીકરી પ્રીતિ વસાવા માટે ટિકિટ માગી હતી પરંતુ પાર્ટીએ ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે તે અંગે વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે અને પક્ષના આ નિર્ણયને આવકાર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news