IPS Transfer: ભૂપેન્દ્ર પટેલ સરકારનો ચૂંટણી પહેલા મોટો નિર્ણય; રાજ્યના 57 IPS અધિકારીઓની બદલી, 20ના પ્રમોશન
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે 77 IPS અદિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં મોટાભાગના જિલ્લાઓના પોલીસવડા બદલાયા છે. ચૂંટણીઓ પહેલા પોલીસ બેડામાં આઈપીએસની બદલીઓ મહત્વની માનવામાં આવી રહી છે.
57 અધિકારીઓની બદલી અને 20 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. લાંબા સમયથી અટકેલી પોલીસ અધિકારીઓની બદલી આખરે થઈ છે. ભૂપેન્દ્ર પટલે સરકારમાં પહેલીવાર આ બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાની કમાન સંભાળતા પોલીસ અધિકારીઓની બદલી થઈ ગઈ છે. ચૂંટણીના વર્ષમાં આ બદલીને મહત્વની માનવામાં આવી રહી છે.
નોધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ઘાણવો નીકળશે તેવી ચર્ચા ચાલી રહી છે પરંતુ તેને અંજામ આપવામાં આવ્યો નહોતો. આખરે આજે તે દિવસ આવી ગયો હતો અને એકાએક આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. અગાઉ આ વાત વહેતી થઈ હતી, પરંતુ વિધાનસભાનું સત્ર આવી જતાં તેને બ્રેક લાગી ગઈ હતી. જો કે હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને કોરોના પણ ‘ટાઢો’ પડી ગયો છે એટલે આજે 77 આઈપીએસ અધિકારીઓની બદલીઓનો જમ્બો લીથો બહાર પડવામાં આવ્યો છે.
77 IPS અધિકારીઓની બઢતી અને બદલી
- IPS વિધિ ચૌધરીની ગાંધીનગર બદલી કરાઈ
- ઉષા રાડાની સુરત ગ્રામ્યથી સુરત શહેર DCP બન્યા
- અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા બન્યા
- અચલ ત્યાગી મહેસાણાના એસપી બન્યા
- દાહોદના એસપી હિતેષ જોયશરની સુરત ગ્રામ્ય એસપી તરીકે બદલી
- બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ગાંધીનગર એસપી તરીકે બદલી
- નિધિ ચૌધરીની ગાંધીનગરમાં બદલી
- આર. વી ચુડાસમાની ભરુચ એસપીથી એસએરપી ગ્રુપ 9 વડોદરામાં બદલી
- આર ટી સુશરાની ગાધીનગરથી ડીસીપી સુરત તરીક બદલી
- સુજાતા મજમુદારની એસપી તાપી વ્યારાથી પોલીસ એકેડમી બદલી
- સુધીર દેસાઈની વડોદરા રુરલ એસપીથી રાજકોટ ઝોન 2 ડિસીપી તરીકે બદલી
- વિશાલ વાધેલાની CID ક્રાઈમમાંથી એસપી સાબરકાઠાના પદે બદલી
- જયપાલસિંહ રાઠોડ ભાવનગર એસપીથી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા
- લીના પાટીલ પંચમહાલના એસપીથી ભરુચ એસપી તરીક બદલી
- હિમકર સિંગની નર્મદા એસપીથી અમરેલી એસપી તરીકે બદલી
- રાહુલ ત્રિપાઠીની ગીર સોમનાથ એસપીથી મોરબી એસપી તરીકે બદલી
- શ્વેતા શ્રીમાળી SRP ગ્રુપ 17 જામનગરથી એસપી પશ્ચિમ રેલ્વે બદલી કરાઈ.
- નીર્લપ્ત રાય અમરેલી એસપીથી સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી બદલી કરાઈ.
- દિપક મેઘાણી ડીસીપી ઝોન 1 વડોદરાથી રાજ ભવનમાં એડીસી તરીકે બદલી
- મહેંદ્ર બગડિયાની એસપી સુરેંદ્રનગરથી એસપી કચ્છ પૂર્વમાં બદલી.
- સુનીલ જોષી એસપી દ્રારકાથી અમદાવાદ ઓપરેશન ડિપાર્ટમેંટમાં બદલી
- તરુણ દુગ્ગલની બનાસકાંઠા એસપીથી ગાંધીનગર એસપી તરીકે બદલી કરાઈ.
- બલરામ મીણાની રાજકોટ રુરલ એપીથી દાહોદ એસપી તરીકે બદલી
- કરણરાજ વાઘેલાની ડીસીપી વડોદરા થી બોટાદ એસપીમાં બદલી
નોંધનીય છે કે, રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. ત્યારે આપની ચેનલ ઝી 24 કલાક આપની જણાવી રહ્યું છે કે આખરે કેમ આ બદલીઓ કરવામાં આવી છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે બદલી કરવામાં આવી છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રેમસુખ ડેલને ત્યાં મુકવામાં આવ્યા છે. બદલાયેલા એસપીને ગૃહ રાજ્યમંત્રીએ ખાસ સૂચના આપી છે. સાથે જ કહેવામાં આવ્યું છે, જમીનને લગતા કેસમાં ગેરરીતિ જણાશે તો તાત્કાલિક બદલી કરવામાં આવશે. કેટલાક અધિકારીઓની જ્ઞાતિ આધારિત બદલી કરવામાં આવી છે. ત્રણ વર્ષના પીરિયડને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે