ગુજરાતીઓ માટે સૌથી મોટા ખુશખબર; દસ્તાવેજની નોંધણીને લઈ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

દસ્તાવેજ નોંધણીને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સબ રજૂસ્ટ્રાર કચેરીઓમાં ટોકનની સંખ્યામાં વધારો કરવામાં આવશે. વધુ વેઈટિંગ વાળી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ ટોકન આપવામાં આવશે.

ગુજરાતીઓ માટે સૌથી મોટા ખુશખબર; દસ્તાવેજની નોંધણીને લઈ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર સામે આવી છે. દસ્તાવેજ નોંધણીને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સબ રજૂસ્ટ્રાર કચેરીઓમાં ટોકનની સંખ્યામાં વધારો કરવામાં આવશે. વધુ વેઈટિંગ વાળી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વધુ ટોકન આપવામાં આવશે. અમદાવાદની 9, સુરતની 4, ગાંધીનગરની 2, બનાસકાંઠા- વડોદરાની 1-1 વધુ પ્રતિક્ષા વાળી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ટોકનની સંખ્યામા વધારો કરવામાં આવશે. 

જંત્રીનો દર કોણ નક્કી કરે છે?
ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.

વિવિધ શહેરોમાં સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ચાર્જ
દરેક લોકોએ ઘર ખરીદતી વખતે ચૂકવવામાં આવેલી રકમ સિવાય પણ તમારે અન્ય ખર્ચા કરવા પડે છે. જેમાં સ્ટેમ્પ ડ્યૂટી પણ સામેલ છે. આ સિવાય તેમાં રજીસ્ટ્રેશન ચાર્જ, સેસ, અને સરચાર્જ વગેરે ચાર્જ સામેલ છે. આ તમામ ખર્ચાઓ મળીને પ્રોપર્ટીની માર્કેટ વેલ્યૂના 7થી 10 ટકા અથવા વધુ હોઈ શકે છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યૂટી ખર્ચ પ્રોપર્ટીની માર્કેટ વેલ્યૂના 5થી 7 ટકા છે. આ સિવાય 1 ટકા ચાર્જ રજીસ્ટ્રેશન ફી તરીકે પણ ચૂકવવાનો રહે છે.

જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેટલું છે જંત્રીનું મહત્વ
જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બેન્કમાંથી લોન લેવા માટે, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે, કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે, ઇનકમ ટેક્સ ફાઈલ કરવા માટે, વિઝા મેળવવા માટે, આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઈલિંગ માટે તેનો ઉપયોગ થાય છે. તો હવે એક વાત નક્કી છે, જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદી રહ્યા હો તો તમારે દસ્તાવેજ કેટલાનો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે.

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

જંત્રીની ફોમ્યુલા
ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં ૨૦૦૬માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ ૨૦૦૮માં થયો હતો. ૨૦૧૧માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે.

ક્યાંથી જાણવા મળે જંત્રીનો રેટ
જંત્રીનો દર તમે ઓનલાઈન જાણી શકો છો. તમે ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જશો, એટલે તમારે જે-તે શહેર, ગામ અને વિસ્તારની વિગતો નાખવાની રહેશે. આ વિગતો આપ્યા બાદ તમને જંત્રીનો રેટ જાણવા મળશે. તમને રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક, બિન-પીયત, ખેતી-પીયત, બિનખેતીનો અને ખેતીલાયક વિસ્તારનો રેટ જાણવા મળશે. આ રેટ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હોય છે.

આ છે ભારતનું સૌથી ટૂંકું નામ ધરાવતું રેલ્વે સ્ટેશન, એકવાર જાણો પછી ક્યારેય નહીં ભુલો

(1) garvi gujarat
ગરવી ગુજરાતની સત્તાવાર વેબસાઇટ garvi.gujarat.gov.in ખોલો અને જંત્રી પર ક્લીક કરો. ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબરની વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ Show Jantri પર ક્લીક કરવાથી જંત્રીની વિગતો મળી જશે.

(2) revenuedepartment
બીજો વિકલ્પ છે, મહેસુલ વિભાગની વેબસાઈટ. revenuedepartment.gujarat.gov.in. અહીં તમે jantari પર ક્લિક કરશો, એટલે ગુજરાતનો નકશો ખુલશે, જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ, જમીનનો પ્રકાર અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી દર મળી જશે.

(3) ઈ-ધરા કેન્દ્ર
ત્રીજો વિકલ્પ છે ઈ-ધરા કેન્દ્ર. તમે તાલુકા મામલતદારની કચેરીમાં આવેલી ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લઈને પણ જંત્રીના દર મેળવી શકો છો. તમારે ઈ-ધરા કેન્દ્રમાં જઈને ઓપરેટરને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. તમારે અરજીની સાથે સાથે નામ, સરનામું, પિતાનું નામ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડીટેલ આપવી પડશે. 

જમીનની વિગતોમાં સર્વે નંબર, જમીનનું સરનામું, જમીન માપન અને એકમ જેવી વિગતો આપવી પડશે. તમારી અરજીની મળતાની સાથે જ ફિલ્ડ સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સર્વે પછી અરજી કરનારને તેની જાણકારી આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news