ISIS Attack: પહેલા ગરદન કાપી, પછી શાળાને આગ લગાવી, ISISની ક્રૂરતાથી વિશ્વ ધ્રૂજ્યું: 40ના મોત

યુગાન્ડામાં ઇસ્લામિક સ્ટેટ (Islamic State) સાથે જોડાયેલા આતંકવાદીઓએ એક સ્કૂલને નિશાન બનાવી, જેમાં 40 લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. લાશોને એવી રીતે સળગાવી કે લોકોની ઓળખ કરવી મુશ્કેલ થઈ રહી છે.
 

ISIS Attack: પહેલા ગરદન કાપી, પછી શાળાને આગ લગાવી, ISISની ક્રૂરતાથી વિશ્વ ધ્રૂજ્યું: 40ના મોત

ISIS Attack On School: યુગાન્ડામાં ઇસ્લામિક સ્ટેટ (Islamic State)સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા એક સ્કૂલ પર હુમલો કરવામાં આવ્યો જેમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં મોટા ભાગના વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસે શનિવારે જણાવ્યું કે ઘટના કાંગો સાથે લાગતી સરહદ પર થઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હુમલો શુક્રવારની રાત્રે 11.30 કલાકે મપોંડવેના લુબિરિહા સેકેન્ડરી સ્કૂલમાં થયો હતો. તેમાં એક ડોર્મેટરીમાં આગ લગાવી દેવામાં આવી અને ભોજનના સામાનના એક ભંડારને લૂંટી લેવામાં આવ્યો હતો. 

પોલીસે એક નિવેદનમાં દાવો કર્યો કે આ હુમલો કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય (DRC)માં સ્થિત એક યુગાન્ડા સમૂહ એલાઇડ ડેમોક્રેટિક ફોર્સેસ (Allied Democratic Forces)દ્વારા કરવામાં આવ્યો હતો, જે મધ્ય આફ્રિકામાં આઈએસની એક શાખા છે. પોલીસના પ્રવક્તા ફ્રેડ એનાગાએ કહ્યું કે યુગાન્ડાની પીપુલ્સ ડિફેન્સ ફોર્સ અને પોલીસ હુમલો કરનાર સમૂહને ઝડપવા માટે ઓપરેશન ચલાવી રહી છે, જે કાંગોમાં વિરુંગા નેશનલ પાર્ક તરફ ભાગી ગયા હતા. સેનાના વિમાન પણ તેને પકડવા માટે અભિયાનમાં સામેલ છે. એનાગાએ કહ્યું કે, ઘણા મૃતદેહોને બવેરા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તો ગંભીર રૂપે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

Allied Democratic Forces વિદ્રોહીઓ છેલ્લા બે દાયકાથી કોંગી સરહદેથી સક્રિય છે. યુગાન્ડાની સેનાના મેજર જનરલ ડિક ઓલામે મીડિયાને જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓને સળગાવી દેવામાં આવ્યા હતા અથવા તો તેમને મારી નાખવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે અન્ય લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગની છોકરીઓ છે. કેટલાક મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હોવાનું કહેવાય છે અને તેમને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટની જરૂર પડશે.

શંકાસ્પદ ADF લડવૈયાઓએ યુગાન્ડાની સરહદ નજીકના કોંગોલી ગામ પર હુમલો કર્યાના એક અઠવાડિયા પછી આ ઘટના બની છે. DRC સાથે યુગાન્ડાની સરહદથી બે કિલોમીટરથી ઓછા અંતરે આવેલી શાળા પર 25 વર્ષમાં આ પહેલો હુમલો છે. જૂન 1998 માં, કોંગો સરહદ નજીક કિચવામ્બા ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પર ADF હુમલામાં 80 વિદ્યાર્થીઓ તેમના ડોર્મમાં મૃત્યુ પામ્યા હતા. 100થી વધુ વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news