સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામતમાં આવશે મોટા ફેરફાર, તો બદલાઈ જશે ગુજરાતની રાજનીતિ
Gujarat Local self government elections : આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે
Trending Photos
Gujarat Elections : ગુજરાત માટે સૌથી મોટા સમાચાર એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતની ટકાવારીનું થોડા દિવસોમાં જાહેરનામું આવી શકે છે. રાજ્યમાં પહેલી વાર 27% OBC અનામત સાથે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. જો કોઈ પણ વિધ્ન ના આવ્યું તો 4765 ગ્રામ પંચાયત, 17 તા. પંચાયત, 80 નગરપાલિકા, 2 જિ. પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. આ સિવાય વિસાવદર, વાવ વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રની ચૂંટણી સાથે જાહેર થાય તેવી પણ સંભાવના છે. આમ આગામી દિવસોમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળશે.
ગુજરાતમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામતની ટકાવારી 10 ટકાથી વધારવી કે નહિ. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયધીશ કે. એસ. ઝવેરીના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરાઈ હતી.
આયોગે 27 ટકાની ભલામણ કરતા ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણી યોજાય તેવી સંભાવનાઓ છે. આ માટેનું જાહેરનામું પણ બહાર પડી શકે છે. રાજ્યની 539 વિભાજિત સહિત 4765 ગ્રામ પંચાયત, 17 તાલુકા પંચાયત, પંચાયતની ચૂંટણી યોજાવાની બાકી છે. અત્યારે આ સંસ્થાઓ વહીવટદારો ચલાવે છે.
ગુજરાતમાં ઓબીસી કૅટેગરીમાં આવતી અંદાજે 146 જેટલી જ્ઞાતિઓ છે. વર્ષ 1931માં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી તેના કોઈ સત્તાવાર આંકડા નથી. 1931ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતમાં 52 ટકા જ્ઞાતિઓનો ઓબીસી કૅટેગરીમાં સમાવેશ થાય છે. પ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે અનામત કુલ 50% કરતાં વધારી શકાય નહીં. કેન્દ્રમાં ઓબીસીની અનામત 27 ટકા છે." "ગુજરાત રાજ્યમાં ઓબીસીની વસ્તી લગભગ 49% જેટલી છે, જેમાં કોળી સમાજ 22% જેટલો છે. અત્યાર સુધી માત્ર 10 ટકા જ અનામત હતી.
ગુજરાતમાં 80 નગરપાલિકા અને ખેડા-બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થાય તેવી પણ સંભાવનાઓ છે. આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત, 7 ટકા એસસી, 14 ટકા ઓબીસી અને 52 ટકા જનરલ બેઠકો પર અનામત નિશ્વિત કરતું જાહેરનામું જાહેર થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકાને બદલે વસતી પ્રમાણે અનામત આપવાની માગ કરાઈ હતી. આ મામલે ભારે વિવાદો થતાં ચૂંટણીઓ અટકી ગઈ હતી.
ગુજરાતમાં ૬૦થી વધુ તાલુકાઓ અને નવ જિલ્લાઓમાં ૫૦ ટકાથી વધુ આદિવાસી વસ્તી છે. જે પંચાયતોમાં પેસા ઍક્ટ અમલી છે ત્યાં અનુસૂચિત વિસ્તારોમાં ૧૦ ટકા બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવશે. પેસા ઍક્ટ અનુસૂચિત વિસ્તારોમાં પ્રાકૃતિક સંશાધનોનો વહીવટ ગ્રામસભાઓને આપે છે. જ્યાં આદિવાસી વસ્તી ૨૫થી ૫૦ ટકાની રેન્જમાં છે ત્યાં ઓબીસી આરક્ષણ કુલ અનામતના ૫૦ ટકાની સીમામાં રહીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ માટેના ૨૭ ટકાને બાદ કરીએ ખાલી ક્વોટાને ભરશે.
હવે સરકાર 27 ટકા ઓબીસી અનામતને આધારે આગામી ચૂંટણીઓ કરાવે તો નવાઈ નહીં. કે. એસ. ઝવેરીનો રિપોર્ટ આવી ગયો છે. “કોઈપણ સંજોગોમાં SC/ST/OBC માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનારી બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધે નહીં તે પ્રમાણે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.”ગુજરાતમાં ઓબીસી સમુદાયની લગભગ 52 ટકા વસ્તી છે. ભાજપમાં ઓબીસી સમુદાયના 50 જેટલા ધારાસભ્યો છે. અત્યાર સુધી ઓબીસી માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૧૦ ટકા બેઠકો આરક્ષિત હતી. એના માટે એસટી (અનુસૂચિત જનજાતિ) અને એસસી (અનુસૂચિત જાતિ) માટેની વર્તમાન અનામતમાં કોઈ ફેરફાર કરાયો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે