બલ્ગેરિયન યુવતી રેપ કેસમાં નવું નામ આવ્યું, ફરિયાદ ન કરવા કહેનાર રિટાયર્ડ DG કોણ, કેસમાં આવ્યો જોરદાર વળાંક

Cadila CMD Rajiv Modi : બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા આક્ષેપ મામલે મોટો ખુલાસો.... અરજી થઈ ત્યારે  નિવૃત IPS કેશવ કુમારે મહિલા ACPને ફરિયાદ ન કરવા કરી હતી ભલામણ

બલ્ગેરિયન યુવતી રેપ કેસમાં નવું નામ આવ્યું, ફરિયાદ ન કરવા કહેનાર રિટાયર્ડ DG કોણ, કેસમાં આવ્યો જોરદાર વળાંક

Rajiv Modi Sexual Harassments Case : કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં જોરદાર વળાંક આવ્યો છે. રાજીવ મોદી સામેના કેસમાં રિટાયર્ડ DG કેશવ કુમાર CP ઓફિસમાં હાજર થયા છે. રિટાયર્ડ ડીજીએ કેસ રફેદફે કરવા ભૂમિકા ભજવ્યાનો પીડિતાએ આક્ષેપ મૂક્યો છે. નિવૃત્ત આઈપીએસ અધિકારી નિવેદન નોંધાવા કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે આ કેસમાં નવુ નામ આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ ઉઠ્યો છે. 

ડીજી કેશવ કુમારે કેસ દબાવવા પ્રયાસો કર્યા હતા
રાજીવ મોદી અને બલ્ગેરિયન યુવતીના વિવાદનો મામલો વણસી રહ્યો છે. ત્યારે આ કેસમાં હવે નવા નામની એન્ટ્રી થઈ છે. બલ્ગેરિયન યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે એક નિવૃત આઇપીએસ અધિકારીએ ભલામણ કરી હતી. આ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે કેશવ કુમાર. નિવૃત્ત ડીજી કેશવ કુમારે મહિલા એસીપીને ફરિયાદ ન કરવા ભલામણ કરી હતી. રિટાયર્ડ DGP કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા છે. પોલીસે કેશવ કુમારને આ કેસમાં એની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાના એફિડેવિટમાં કર્યો હતો.

હાલ કેડિલા સાથે સંકળાયેલા છે કેશવ કુમાર
કેશવ કુમાર એસીબીમાંથી ડીજીપી તરીકે નિવૃત થયા છે. નિવૃત્ત થયા પછી કેડિલા ફાર્મા સાથે સંકળાયેલા હતા. ત્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારી પોતાનું નિવેદન નોંધાવા કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા છે. 

6 પાનાંમાં યુવતીએ જણાવી આપવીતી
પોલીસે રાજીવ મોદીને આ મામલે ક્લીનચીટ આપી હતી. પરંતું બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું કે, કેસ હજી પૂરો થયો નથી. ત્યારે ગત રોજ બલ્ગેરિયન યુવતીએ CP ઓફિસ ખાતે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. યુવતીએ CP ઓફિસ ખાતે 8 કલાક રોકાઈ અને 6 પેજનું નિવેદન આપ્યું છે. સાથે જ પોલીસે બલ્ગેરિયન યુવતીને 12 જેટલા સવાલો પણ પૂછ્યા છે. 

એસીપી હિમાલા જોશી રજા પર ઉતરી ગયા
તો બીજી તરફ, બલ્ગેરિયન યુવતીની ફરિયાદ ન નોંધતા મહિલા એસીપી હિમાલા જોશી પર પણ ખાતાકીય તપાસ ચાલી રહી છે. ખાતાકીય તપાસને લઈને ગુરૂવારે બલ્ગેરિયન યુવતીએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જોકે, હાલ ACP હીમાલા જોશી લાંબી રજા પર છે, તે રજા પરથી હજી પરત નથી આવ્યા. ખાતાકીય તપાસમાં પ્રાથમિક રીતે એસીપી હિમાલા જોશીની બેદરકરી હોવાનું સામે આવ્યું છે. 

આ કેસમાં મહિલા પોલીસ સ્ટેશનના ACP સામે થયેલા આક્ષેપોને લઈને સિનિયર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. બલ્ગેરિયન યુવતીના નિવેદન સમયે સેક્ટર 1 JCP, સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ, ટ્રાન્સલેટર અને મહિલા કોન્સટેબલ હાજર હતા. આ કેસમાં ACP હિમાલા જોશી પર યુવતીને સમજાવી પરત મોકલાવી અને તેની ફરિયાદ ન નોંધવાનો આક્ષેપ હતો. યુવતી જે સમયે મહિલા પોલીસ મથકે પહોંચી હતી, ત્યારના CCTV ફૂટેજ પણ નથી મળ્યા. યુવતી જ્યારે મહિલા પોલીસ મથક પહોચી હતી ત્યારે તેના મોબાઇલ ફોનનો ઓડિયો રેકોર્ડ ચાલુ હતો. યુવતીએ સેક્ટર 1 JCP ને સમગ્ર વાતચીતનો ઓડિયો રેકોર્ડ પણ આપ્યો હતો. પોલીસ દ્વારા ઓડિયો રેકોર્ડ કરેલી ક્લીપને FSL માં મોકલવામાં આવશે. હાલમાં ACP હેમાલા જોશી રજા ઉપર હોવાથી તેમનો જવાબ લખવાનો બાકી રહ્યો છે. રજા ઉપરથી આવ્યા બાદ આ આક્ષેપો અંગે તેમનો પણ જવાબ લેવામાં આવશે. આગામી સમયમાં આ યુવતી પોલીસે ભરેલી A સમરી અંગે હાઇકોર્ટમાં રજુવાત કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news