પાટણમાં મોટી દુર્ઘટના! ગણેશ વિસર્જન દરમિયાન સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબ્યા, 4ના મોત
ગણેશ વિસર્જન કરતા સમય ડૂબ્યાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પાટણમાં મોટી દુર્ઘટના બની છે. પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમય એક જ પરિવારના સાત લોકો ડૂબ્યાની વિગતો સામે આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/પાટણ: રાજ્યમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાથી બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં પાટણના સરસ્વતીમાં એક જ પરિવાર સહિતના 7 સભ્યો ડૂબ્યા છે, જેમાંથી ચારનું મોત નીપજ્યું છે, જ્યારે રાજકોટના ધોરાજીમાં પણ ડૂબવાથી એકનું મોત નિપજ્યું છે.
ગણેશ વિસર્જન કરતા સમય ડૂબ્યાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પાટણમાં મોટી દુર્ઘટના બની છે. પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમય એક જ પરિવારના સાત લોકો ડૂબ્યાની વિગતો સામે આવી છે. ગણેશ વિસર્જન વખતે એક યુવક બચાવવા જતા એક પછી એક લોકો બચાવવા પડ્યા હતા. જેમાંથી તમામને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એકનો મૃતદેહ મળ્યો છે જ્યારે 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને અન્યની શોધખોળ ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે. એમ્બ્યુલન્સ, પોલીસ કાફલો તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જે લોકો ડૂબ્યા છે તેમાં એક મહિલા તેમજ બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતા જ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, SDM, મામલતદાર સહીત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત 108 અને ફાયબ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર ખડેપગે છે.
નોંધનીય છે કે,પાટણના પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. જેમાં એક વ્યક્તિની લાશ મળી આવી છે, જ્યારે પરિવારમાં એક મહિલા, બે પુત્ર, એક અન્ય વ્યક્તિ ડૂબ્યા હતા. પરિવારના ત્રણ સભ્યોની શોધખોળ ચાલું છે. શીતલ બેન નિતેશ કુમાર (36) (શોધખોળ શરૂ), દક્ષ નિતેશ પ્રજાપતિ ((22) (શોધખોળ શરૂ), નયન રમેશ ભાઈ પ્રજાપતિ (સાળો)(શોધખોળ શરૂ), જીમિત નીતીશ ભાઈ (મૃતક). આ ઘટનામાં બચવાવમાં આવ્યા હતા, એ સારવાર હેઠળ છે. જેમાં મેહુલ પંડિત (22) અને બંટી પંડિત (28)નો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે