આગકાંડ મુદ્દે મોટા સમાચાર: TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ કર્યો મોટો ધડાકો

રાજકોટના TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ મોટો ધડાકો કર્યો છે. ફાયર NOCની અરજી વખતે ફાયર સેફ્ટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા. સંચાલકો પૈસા વધુ ખર્ચવાનુ ટાળી ફાયર સેફ્ટીના સાધનો લીધા નહોતા.

આગકાંડ મુદ્દે મોટા સમાચાર: TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ કર્યો મોટો ધડાકો

Rajkot Fire Case: રાજકોટ આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટના TRP ગેમઝોનના કન્સલ્ટન્ટે SIT સમક્ષ મોટો ધડાકો કર્યો છે. ફાયર NOCની અરજી વખતે ફાયર સેફ્ટીના સાધનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ગેમઝોનના માલિકે આ સાધનો બહુ મોંઘા પડે તેમ કહીને વસાવ્યા નહોતા. સંચાલકો પૈસા વધુ ખર્ચવાનુ ટાળી ફાયર સેફ્ટીના સાધનો લીધા નહોતા.

તો હવે આગકાંડમાં રાજકોટ મહાનગર પાલિકાના છ કોર્પોરેટર અને નેતાઓની પૂછપરછ થઈ શકે છે. ગમે ત્યારે નેતાઓના નામ SITમાં ખુલવાની સંભાવના દેખાઈ રહી છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવનાર સુધી તપાસનો રેલો પહોંચશે. પૂર્વ મેયર પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલની પૂછપરછ કરવામાં આવશે.

રાજકોટ આગકાંડની તપાસ કરતી SITની ટીમે તપાસનો રિપોર્ટ સોંપવા માટે વધુ સમયની માગ કરી છે. જી હાં 10 દિવસ થયા છતાં હજુ રિપોર્ટ તૈયાર ન થયો હોવાથી વધારાનો સમય માંગ્યો છે. હજુ પણ આ આગકાંડમાં કેટલાક લોકોના નિવેદન લેવાના બાકી હોવાથી રિપોર્ટ અધૂરો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news