બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર માટે મોટા સમાચાર, પાત્રતા ધરાવનાર ઉમેદવારોની યાદી થઈ જાહેર

bin sachivalay result: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ કમ્પ્યૂટરની પરીક્ષા બાદ બિન સચિવાલય ક્લાર્કના પાત્રતા ધરાવનાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તમે મંડળની વેબસાઇટ પર આ યાદી જોઈ શકો છો. 

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપનાર માટે મોટા સમાચાર, પાત્રતા ધરાવનાર ઉમેદવારોની યાદી થઈ જાહેર

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની તુલ 3901 ડજગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં પાસ થનારા ઉમેદવારોની કમ્પ્યૂટરની ટેસ્ટ પણ લેવામાં આવી હતી. આ ટેસ્ટ બાદ મંડળ દ્વારા કુલ 5855 ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા. હવે મંડળ દ્વારા પાત્રતા ધરાવનાર 5620 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 

તમે વેબસાઇટ પર જોઈ શકશો લિસ્ટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી યાદી  પ્રમાણે પાત્ર ઉમેદવારોનું લિસ્ટ વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યું છે. જેમાં 5620 પાત્ર ઉમેદવારો છે, જ્યારે 235 અપાત્ર ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. મંડળ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉમેદવાર કોઈ રજૂઆત કરવા ઈચ્છતો હોય તો તેમણે 11 જાન્યુઆરી સુધીમાં કચેરીના સમય દરમિયાન કન્ફર્મેશન નંબર સાથે રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. 

જૂનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં તલાટી કમ મંત્રીની ભરતી બહાર પાડી હતી. આ પદ માટેની ભરતી માટે લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2022 હતી. તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે. જે માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવાઈ છે. કોલલેટર વિના તમે પરીક્ષા આપી શકશો નહીં.

જુનીયર ક્લાર્કની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા સુચના
16 જાન્યુઆરીથી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે
લાંબા સમયથી ઉમેદવારો રાહ જોવાતી હતા આ ભરતીની
29 જાન્યુઆરીએ લેવાનારી છે આ પરીક્ષા

આ તારીખથી જૂનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુનીયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) અને ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 અને તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવાની જાહેરાત થઈ છે. ઉમેદવારોએ પોતાના કોલ લેટર સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપર જઈને ડાઉનલોડ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news