મેડિકલમાં એડમિશનના નિયમો બદલાયા, NEET પરીક્ષામાં કરાયા આ મોટા બદલાવ

NEET Admission : યુજી મેડિકલ એજ્યુકેશનના નવા રેગ્યુલેશન્સ કમિશન દ્વારા જાહેર... ધોરણ 12 માં 50 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડનો નિયમ દૂર કરાયો...  ધો.12 સાયન્સ ફીઝિક્સ,કેમિસ્ટ્રી,બાયોલોજીને અંગ્રેજી સાથે પાસ કરેલુ હોવું જોઈએ

મેડિકલમાં એડમિશનના નિયમો બદલાયા, NEET પરીક્ષામાં કરાયા આ મોટા બદલાવ

MBBS entrance test : મેડિકલ ક્ષેત્રે એડમિશન માટે NEET એન્ટ્રરન્સ એક્ઝામ આપવી જરૂરી છે. ત્યારે હવે NEET માં એડમિશનના નિયમો બદલાયા છે. હવે મેડિકલમાં પ્રવેશ માટે માત્ર ધો.૧૨ પાસ જ જરૂરી રહેશે. મેડિકલ પ્રવેશણાં હવે માત્ર ધોરણ 12 પાસ હોય તો પણ લાયક ગણાશે. તેમજ સમગ્ર એડમિશન પ્રોસેસ કેન્દ્રના હસ્તક જતી રહી છે. મેડિકલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી કોલેજ ટ્રાન્સફર કરતા હતા તે પણ બંધ કરાયું છે. 

નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ ૨૦૨૩ દ્વારા નવું નોટિફિકેશન કરી દેવામા આવ્યુ છે. જેમાં મેડિકલ પ્રવેશ માટે નીટ આપવા માટેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હાલમાં ધોરણ 12 માં 50 ટકા માર્કસ જરૂરી હતા, તે નિયમને બદલી દેવામાં આવ્યો છે. હવેથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ધોરણ 12 માં પાસ થયેલા કોઈ પણ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી શકશે. 

આ ઉપરાંત સમગ્ર એડમિશન પ્રોસેસ હવે કેન્દ્ર સરકારના હસ્તક કરવામા આવી છે. વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના કાઉન્સેલિંગ પ્રોસેસના આધારે જ એડમિશન મળી શકશે. 

આ નિયમો પણ જાણવા જેવા છે 

  • કેન્દ્ર સરકારની નક્કી કરેલ ઓથોરિટી દ્વારા દેશની તમામ કોલેજો માટે કોમન પ્રવેશ 
  • બે વિદ્યાર્થીના સરખા નીટ સ્કોર હોય તેવી સ્થિતિમાં ફીઝિક્સ, ત્યારબાદ કેમિસ્ટ્રી અને ત્યારબાદ બાયોલોજીના સ્કોરને ધ્યાને લેવાશે.
  • વિષયદીઠ સ્કોરને ધ્યાને લીધા બાદ પણ જો સ્કોરિંગમાં ટાઈ પડે તો ડ્રો કરાશે અને જે માત્ર કમ્પ્યુટરાઈઝ હશે,માનવીય હસ્તક્ષેપ નહીં ચાલે
  • નીટનો મિનિમમ એલિજિબલ સ્કોર નહીં હોય તો વિદ્યાર્થી ભારત કે ક્યાંય પણ મેડિકલ એજ્યુકેશન નહીં મેળવી શકે
  • એડમિશન એજન્સી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયાના એક સપ્તાહમાં અંડર ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન બોર્ડને પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની યાદી સોંપશે.
  • જે તે કોલેજે પણ પ્રવેશ મેળવેલ પોતાના વિદ્યાર્થીઓની યાદી કોર્સ જોઈનિંગના એક સપ્તાહમાં એજ્યુકેશન બોર્ડને સોંપશે.
  • એજ્યુકેશન બોર્ડ દ્વારા પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરાશે અને મેડિકલ કમિશનની વેબસાઈટ પર પણ મુકવામા આવશે.
  • હવે બારોબાર પ્રવેશ આપી નિયમ ભંગ કરનારી કોલેજને 1 કરોડ દંડ
  •  બીજા વર્ષમાં એક કોલેજથી બીજી કોલેજમાં માઈગ્રેશન-ટ્રાન્સફર પર પણ હવે પ્રતિબંધ

અમદાવાદી વૃદ્ધને એકલતા દૂર કરવા બીજા લગ્ન કરવા ભારે પડ્યા, પત્નીએ એવો ઘટસ્ફોટ કર્યો

તો અન્ય નિયમો પણ એવા છે કે, અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ નીટની પરીક્ષા આપી શક્તી હતી, પરંતુ નવા નિયમો મુજબ હવે ધોરણ-12 માં માત્ર પાસ હોય તેવા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી મેડિકલમાં પ્રવેશ માટે લાયક બનશે. હવેથી નીટ પાસ થયા પછી વિદ્યાર્થીઓ  ધોરણ-12 માં 50 ટકા પાસ  છે કે નહિ તેની ચકાસણી નહિ થાય. તેનો પ્રવેશ માન્ય ગણાશે. 

સાથે જ મેડિકલમાં પ્રવેશ માટે ધોરણ 12 માં 50 ટકાની મર્યાદા પણ કાઢી નાંખવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીને ઈન્ટર્નશિપ ફરજિયાત છે. તેમજ વિદ્યાર્થીઓ અગાઉ એક વર્ષ બાદ કોલેજ ટ્રાન્સફર માટે અરજી કરી શક્તા હતા, તે પ્રક્રિયા પણ બંધ કરવામાઆવી છે. હવેથી વિદ્યાર્થીઓ બીજી કોલેજમાં જવા માટે માઈગ્રેશનની અરજી નહિ કરી શકે. 

આમ, મેડિકલમાં એડમિશનના જાહેર કરાયેલા નવા નિયમોને આ વર્ષથી જ લાગુ કરી દેવામા આવશે. આ સાથે જ મેડિકલ કોલેજોના ઈન્સ્પેક્શન બંધ કરવાની પણ જાહેરાત કરાઈ છે. એટલે કે હવે નેશનલ મેડિકલ કમિશન દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં નહિ આવે. પરંતુ કોલેજોએ એફિડેવિટ આપવાની રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news