અમદાવાદીઓ રથયાત્રાના દિવસે આ રસ્તાઓ પરથી ન નીકળતા, નહિ તો પસ્તાશો

Rathyatra 2023 : રથયાત્રાના દિવસે અમદાવાદમાં ક્યાંય પણ બહાર નીકળવાનો હોય તો આ રુટ જોઈને નીકળજો... નહિ તો રસ્તો બંધ મળશે

અમદાવાદીઓ રથયાત્રાના દિવસે આ રસ્તાઓ પરથી ન નીકળતા, નહિ તો પસ્તાશો

Ahmedabad Police : અમદાવાદમાં 146 મી રથયાત્રા માટે રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે. 20 જુનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારે હાલ રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવામાં રથયાત્રામાં સુરક્ષા રાખવી પણ મોટી જવાબદારી છે. રથયાત્રાને પગલે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાને લઈને રિહર્સલ કરવામાં આવ્યુ હતું. જેના બાદ અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે કયા કયા રસ્તાઓ બંધ રહેશે તેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેથી જો તમે 19 અને 20 જુનના રોજ અમદાવાદમાં બહાર નીકળવાના હોય તો આ જાહેરનામુ ધ્યાનથી જોઈ લેજો. અનેક રસ્તાઓ બંધ રહેવાના છે. 

અમદાવાદ પોલીસ દ્વારા 19 અને 20 જુન માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યુ કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 17, 2023

નો પાર્કિંગ ઝોન માર્ગ/વિસ્તાર
જમાલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર, જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલાં, (બી.આર.ટી.એસ.રૂટ સહીત), મદન પોળ ની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા ની જુની ગેટ ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લસ્કરનની હવેલી, દિલ્હી ચકલા, હકીમની ખડકી, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔવતમ પોળ, આર.સી. હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા,ચાદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઈજગન્નાથ મંદિરસુધીનો વિસ્તાર

No description available.

અમદાવાદ પોલીસ દ્વારા જણાવાયું કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.

No description available.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ દ્વારા 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઈ આજે રથયાત્રાના રુટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં અમદાવાદ પોલીસના 15 હજાર જવાનો જોડાયા, જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300 PI, 700 PSI રિહર્સલમાં જોડાયા હતા. આ સાથે 6 હજાર હોમગાર્ડના જવાન, SRP અને SAPFની 35 કંપનીઓ પણ રિહર્સલમાં જોડાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news