ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયા

Vadodra Flood: વડોદરામાં સવારે ફરી વરસાદ શરૂ થતા શહેરના લોકોની ચિંતા વધી છે. આજવા સરોવરના દરવાજા બંધ કરવા છતાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે. હવે વધુ વરસાદ આવે તો વડોદરા પર પૂરનું જોખમ છે. હાલ વડોદરા શહેર પર સતત વધી રહ્યો છે ખતરો....

ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયા

Vadodra Flood: ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 102 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ત્રણ દિવસમાં ભારે વરસાદના લીધે ફસાયેલા 318 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલમાં પણ ગુજરાતભરમાં રેસ્ક્યૂની કામગીરી યથાવત છે. તો ભારે વરસાદના કારણે ગુજરાતમાં 15 લોકોના મૃત્યુ થયા છે તો 25 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.. ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા તંત્ર એલર્ટ છે.

વડોદરામાં સવારે ફરી વરસાદ શરૂ થતા શહેરના લોકોની ચિંતા વધી છે. આજવા સરોવરના દરવાજા બંધ કરવા છતાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે. હવે વધુ વરસાદ આવે તો વડોદરા પર પૂરનું જોખમ છે. વડોદરા શહેરના આજના ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે. જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય તેવી સ્થિતિ છે.

ZEE24કલાક પર જુઓ વડોદરાના વિકાસની વરવી વાસ્તવિકતાનો ચિતારઃ
 

— Dixit Soni (@DixitGujarat) August 28, 2024

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 28, 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત હોવાનું જણાવ્યું છે. આ સંજોગોમાં નાગરિકો, પ્રજાજનોને પણ સાવચેતી-સલામતી રાખવા અનુરોધ કર્યો હતો. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સલામત સ્થળે સ્થળાંતરની જરૂરિયાતના સમયે જિલ્લાતંત્રનો સહયોગ કરીએ તે જાનમાલ સલામતી સુરક્ષાના આપણા જ હિતમાં છે.

 

વડોદરામાંથી પાણી ન ઉતરતાં સરકારે વધારાની એનડીઆરએફની ટીમો મોકલી છે. આર્મીને પણ વડોદરામાં મોકલવામાં આવી છે. કુલ 4 NDRfની ટીમ વડોદરામાં રહેશે. આર્મીની પણ ચાર ટુકડી પણ વડોદરામાં ઉતારાઇ છે. વડોદરામાં પુરના પાણી હજુ ઉતર્યા ન હોવાથી વધુ ફોર્સ કામે લગાડાઇ છે. 
અનેક વિસ્તારમાં લોકો હજુ પણ પાણીમાં ફસાયા હોવાને ફરિયાદો મળી છે. વડોદરા નગરી સંકટમાં ફેરવાઈ છે.  40 વર્ષમાં પહેલીવાર વિશ્વામિત્રી 37 ફૂટને પાર થઈ હતી. કાલાઘોડા સહિત 9 બ્રિજ પરથી પાણી વહી રહ્યાં છે. આજવા સરોવરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાનું સર્વર ઠપ્પ થયું છે. VMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં CCTV બંધ થઈ ગયા છે. વડોદરામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો છે. માંજલપુર, વડસર, કલાલી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. હોસ્પિટલના ICUમાંથી દર્દીઓના રેસ્ક્યું કરાયા છે. સ્ટ્રેચરમાં જ દર્દીઓને રેસ્ક્યુ કરી લઇ જવાયાં હતા. 

વડોદરા ડિવિઝનમાં પાણી ભરાવાને આજે આટલી ટ્રેનો રદ કરાઈઃ

12934/12933 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
09316 અમદાવાદ - વડોદરા મેમુ સ્પેશિયલ
82902/82901 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ
22962/22961 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ
12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
19015 દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
22954 અમદાવાદ - મુંબઈ મધ્ય ગુજરાત એસએફ એક્સપ્રેસ
20947/20950 અમદાવાદ - એકતા નગર - અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
09399 આણંદ - અમદાવાદ મેમુ સ્પેશિયલ
09328 અમદાવાદ - વડોદરા મેમુ
09391 વડોદરા - ગોધરા મેમુ
19036 અમદાવાદ - વડોદરા ઇન્ટરસિટી એક્સ.
09495/09496 વડોદરા - અમદાવાદ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ
09392 ગોધરા - વડોદરા  મેમુ સ્પેશિયલ
09273 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09312 અમદાવાદ - વડોદરા  મેમુ સ્પેશિયલ
09327 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09311 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09400 અમદાવાદ - આનંદ  મેમુ સ્પેશિયલ
09318 આણંદ - વડોદરા  મેમુ સ્પેશિયલ
09300 આણંદ - ભરૂચ  મેમુ સ્પેશિયલ
09315 વડોદરા - અમદાવાદ  મેમુ સ્પેશિયલ
09274 અમદાવાદ - આનંદ  મેમુ સ્પેશિયલ
09280 મથુરા - બયાના  મેમુ સ્પેશિયલ
09277 બાયના - યમુના બ્રિજ આગ્રા  મેમુ સ્પેશિયલ
09278 યમુના બ્રિજ આગ્રા - બયાના  મેમુ સ્પેશિયલ
09279 બયાના - મથુરા  મેમુ સ્પેશિયલ
19103 રતલામ - કોટા
19109 કોટા - મથુરા
09161 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
09162 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત SF એકસ.
09079 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
09155 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
22929 / 22930 દહાણુ રોડ - વડોદરા - દહાણુ રોડ સુપર ફાસ્ટ એક્સપ્રેસ
09182 છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ
09355 પ્રતાપનગર - છોટા ઉદેપુર ડેમુ સ્પેશિયલ
09170 પ્રતાપનગર - એકતા નગર સ્પેશિયલ
09108 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
09109 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
09110 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
09113 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
09114 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ

વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાયો છે. જો તમે ગુજરાતમાં ફરવા નીકળવાના હો તો ટાળી દેજો. રાજ્યના 900 રોડ ધોવાઈ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 134.24 મીટર થઈ ગઈ છે. 

સુરતમાં રોગચાળો વકર્યો, તાવથી બે લોકોના મૃત્યુ થયા
મોરબીના ઢવાણામાં ટ્રેક્ટર તણાયાની ઘટનામાં 3 મૃતદેહ મળ્યા
હરણાવ, પુણ્યશિલા, હાથમતી અને ભૂણું નદીમાં નવા નીર આવ્યા
મોરબીના માળિયાથી અમદાવાદ તરફના રેલવે ટ્રેક ધોવાયા
વડોદરામાં વરસાદ વચ્ચે બે લોકો તણાયાની માહિતી
જામનગરમાં થાંભલા પર ફસાયેલા યુવકનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
સુરત એસટીના 60 રૂટની 77 ટ્રિપ રદ કરવામાં આવી
સુરતથી વડોદરા, ગોધરા, માંડવી, ઉમરવાડા તરફની ટ્રિપ રદ

વડોદરામાં વરસાદે વેર્યો વિનાશઃ -

 

— ANI (@ANI) August 28, 2024

 

પીએમ મોદીએ અને સીએમ પટેલ વચ્ચે આજે ટેલિફૉનિક વાતચીત થઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પૉસ્ટ કરીને લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી  @narendramodi જી એ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી. ભારે વરસાદના કારણે રાજ્યમાં ચાર વાગ્યાની સ્થિતિમાં 900 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 સ્ટેટ હાઈવે , 3 નેશનલ હાઈવે, 675 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા હતા.

વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી...ઘરના ઘર પાણીમાં ડૂબી જતા અનેક લોકો ફસાયા...પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી...આર્મી અને એનડીઆરએફની ટુકડીઓ બની દેવદૂત. વડોદરામાં સવારે ફરી વરસાદ શરૂ થતા શહેરના લોકોની ચિંતા વધી...આજવા સરોવરના દરવાજા બંધ કરવા છતાં વધી રહી છે વિશ્વામિત્રી નદીની સપાટી..હવે વધુ વરસાદ આવે તો વડોદરા પર પૂરનું જોખમ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news