ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! રાજ્યના 3 સીનિયર IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજ્ય સરકારે સીનિયર 3 IPS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં સૌરભસિંહ ચાર વર્ષ માટે ડેપ્યુટેનશન પર જશે. સૌરભસિંહ 2012 ગુજરાત કેડરના IPS અધિકારી છે. જ્યારે તેજસ પટેલની SRPF ભચાઉ ખાતે બદલી કરાઈ કરાઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં 3 IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે. રાજ્ય સરકારે સીનિયર IPS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં સૌરભસિંહ, શ્વેતા શ્રીમાળી, તેજસ પટેલની બદલી કરાઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારે સીનિયર 3 IPS અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં સૌરભસિંહ ચાર વર્ષ માટે ડેપ્યુટેનશન પર જશે. સૌરભસિંહ 2012 ગુજરાત કેડરના IPS અધિકારી છે. જ્યારે તેજસ પટેલની SRPF ભચાઉ ખાતે બદલી કરાઈ કરાઈ છે. તેજસ પટેલ અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરીટેન્ડેન્ટ હતા.
શ્વેતા શ્રીમાળીને અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરીટેન્ડેન્ટ બનાવાયા છે. તેજસ પટેલની અતિક અહેમદ કેસમાં બદલી કરાયાની ચર્ચા ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે