સરકારના આ નિર્ણયથી લાખો યુવાઓનું ભવિષ્ય બનશે, હવે ગુજરાતી ભાષામા આપી શકાશે કોન્સ્ટેબલની પરીક્ષા

Constable Exam: સીએપીએફમાં યુવાઓની ભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે... હવે કોન્સ્ટેબલની ભરતી માટે હિન્દી-અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં પેપર તૈયાર કરવામાં આવશે
 

સરકારના આ નિર્ણયથી લાખો યુવાઓનું ભવિષ્ય બનશે, હવે ગુજરાતી ભાષામા આપી શકાશે કોન્સ્ટેબલની પરીક્ષા

Constable Exam Update: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ઐતિહાસિક નિર્ણય અંતર્ગત ગૃહ મંત્રાલયે સીએપીએફ (CAPFs) માટે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 ક્ષેત્રીય ભાષાઓમાં કોન્સ્ટેબલની પરીક્ષા યોજવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય ગૃહમંત્રી અમિત શાહની પહેલ પર સીએપીએફમાં સ્થાનિક યુવાઓની ભાગીદારી વધારવા અને ક્ષેત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવા નિર્ણય લેવાયો છે. 

આ નિર્ણય મુજબ, પ્રશ્ન પત્રી હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, આસામિયા, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તેલુગુ જેવી ભાષાઓમાં તૈયાર કરવામા આવશે. તે અંતર્ગત લાખો ઉમેદવારો પોતાની માતૃભાષા અને ક્ષેત્રીય ભાષામાં પરીક્ષામાં ભાગ લઈ શકશે, જેનાથી તેમની પસંદગીની તક વધી જશે. 

— Bhupendra Patel (@Bhupendrapbjp) April 15, 2023

હિન્દી-ઈંગ્લિશ ઉપરાંત આ ભાષામાં તૈયાર થશે પેપર

  • અસમિયા
  • બંગાળી
  • ગુજરાતી
  • મરાઠી
  • મલયાલમ
  • કન્નડ
  • તમિલ
  • તેલુગુ
  • ઓડિયા
  • ઉર્દૂ
  • પંજાબી
  • મણિપુરી
  • કોંકણી

માતૃભાષામાં પરીક્ષા આપવાથી પ્રોત્સાહન મળશે
કોન્સ્ટેબલ કર્મચારી પસંદગી મંડળ તરફથી આયોજિત પ્રમુખ પરીક્ષાઓમાંથી એક છે. જેમાં દેશભરમાઁથી લાખો ઉમેદવારો ભાગ લે છે. હિન્દી અને અંગ્રેજીની વધારાની 13 ક્ષેત્રીય ભાષાઓમાં પરીક્ષાનું આયોજન 1 જાન્યુઆરી, 2024 થી થશે. આ નિર્ણય બાદ આશા છે કે, રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સ્થાનિક યુવાઓની પોતાની માતૃભાષામાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરશે.  

ભુપેન્દ્ર પટેલે આભાર માન્યો 
આ વિશે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, CAPFની પરીક્ષા ગુજરાતી સહિત ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવાના સ્તુત્ય નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું. આ થકી, પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન તેમજ રાજ્યના અનેક યુવાનોને દેશસેવામાં જોડાવાની તક મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news