ડમી કાંડમાં મોટો ધડાકો : ડમી પરીક્ષાર્થી બનતા મિલન બારૈયાના કાંડ સાંભળીને તમારુ લોહી ઉકળી જશે

dummy candidate scam : ડમી કૌભાંડનો 36 માંથી એક આરોપી મિલન બારૈયા બીજાની પરીક્ષા આપવામાં માસ્ટર બની ગયો હતો... તેણે ડમી વિદ્યાર્થી તરીકે SSC-HSC બોર્ડની પરીક્ષાઓ પણ આપી છે
 

ડમી કાંડમાં મોટો ધડાકો : ડમી પરીક્ષાર્થી બનતા મિલન બારૈયાના કાંડ સાંભળીને તમારુ લોહી ઉકળી જશે

Bhavangar News : રાજ્યવ્યાપી ડમી કૌભાંડમાં 36 આરોપી સામે ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. ઉમેદવારોની હોલ ટિકીટ તથા આધારકાર્ડના ફોટાને લેપટોપથી ચેડા કરીને ડમી વ્યક્તિને પરીક્ષામાં બેસાડવામાં આવતા હતા. છેલ્લા 11 વર્ષથી પરીક્ષાઓમાં ડમી બેસાડતા હતા. રાજ્યભરમાંથી 36 જેટલા શખ્સો સામે ખુદ પોલીસ ફરિયાદી બની છે. ત્યારે ડમી કૌભાંડ કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. ડમી કૌભાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધાનો આક્ષેપ ઉઠ્યો છે. આ વચ્ચે ડમી ઉમેદવારકાંડમાં ZEE 24 કલાક પર જુઓ મોટો ધડાકો. ડમી પરીક્ષા આપતો આરોપી મિલન કેવી કેવી પરીક્ષાઓ આપી ચૂક્યો છે. 

36 આરોપીઓમાનો એક આરોપી મિલન SSC-HSC બોર્ડની પરીક્ષાઓ પણ આપતો હતો. મિલન બારૈયાએ 7 ઉમેદવારો માટે ડમી તરીકે પરીક્ષા આપી હતી. ભાવનગરમાં ડમીકાંડના આરોપી મીલને એક શિક્ષકના પુત્ર માટે ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપી હતી. શિક્ષક પુત્ર માટે મિલન ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો. મિલને એક શિક્ષકના પુત્ર માટે બોર્ડમાં ફિઝિક્સની પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં ભાવનગરની સ્વામી વિદ્યામંદિર સ્કૂલમાં મિલન ડમી તરીકે બેઠો હતો. 

આતો કઈં નહીં ડમી મિલેને HSC બોર્ડ આર્ટ્સની પીરક્ષામાં પણ બેઠો હતો. મિલને ભાવનગરની એમ. કે. જમોડ સ્કૂલમાં HSCનું અંગ્રેજીનું પેપર આપ્યું હતું.વર્ષ 2020માં ધો. 12 આર્ટસની અંગ્રેજીની પરીક્ષા ડમી તરીકે આપી હતી. મિલને 2022માં લેબ ટેકનિશિયનની પરીક્ષા આપી હતી.કવિત રાવલ માટે મિલને ડમી ઉમેદવાર તરીકે લેબ ટેકનિશિયની પરીક્ષા આપી હતી.2022માં લેવાયેલી પશુધન નિરીક્ષકની પરીક્ષામાં પણ મિલન બેઠો હતો.

તળાજાના પીપરલા ગામના ભાવેશ જેઠવા માટે મિલને પરીક્ષા આપી હતી.. આ સિવાય 2022ની વન રક્ષકની પરીક્ષામાં પણ મિલન ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો.દિહોરના એક ઉમેદવારના નામે મિલને ડમી તરીકે પરીક્ષા આપી હતી.ધારીની જી. એન. દામાણી સ્કૂલમાં પણ મિલન ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો.ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મિલન ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો.બગસરાની ઝવેરચંદ હાઈસ્કૂલમાં પણ ડમી ઉમેદવાર હતો મિલન.એક ડમી ઉમેદવારને એક પેપર આપવા માટે 25 હજાર રૂપિયા મળતા હતા. ભાવનગર, અમદાવાદ, અમરેલી જિલ્લામાં ડમી તરીકે બેસતો હતો મિલન.

રીતે ડમી ઉમેદવારોનો વહીવટ કરાતો 
પોલીસ પૂછપરછ હજુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ લોકો દ્વારા ઉમેદવારોની હોલ ટિકીટ તથા આધારકાર્ડ ચેડા કરાતા હતા. લેપટોપથી ચેડા કરીને ડમી વ્યક્તિને પરીક્ષામાં બેસાડવામાં આવતા હતા. છેલ્લા 11 વર્ષથી પરીક્ષાઓમાં ડમી બેસાડતા હતા. 36 જેટલા શખ્સો સામે ખુદ પોલીસ ફરિયાદી બની છે. 10 લાખ જેવી રકમ શરદ પનોત તથા પ્રકાશ દવે લેતા હતા. એડવાન્સ તરીકે 50 હજાર રૂપિયા લેતા હતા. ડમી ઉમેદવારને 25 હજાર રૂપિયા આપતા હતા. બળદેવ રાઠોડને 10 હજાર આપી બાકીના પૈસા વહેંચી લેતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news