BHAVNAGAR બની રહ્યું છે ટેક્સચોરીનું હબ, આખા દેશનાં ઉદ્યોગપતિઓ લગાવે છે લાઇનો
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : રાતોરાત પૈસાદાર બનાવવાની લાલચમાં ભાવનગરના 1 વકીલ અને અન્ય 2 શખ્સો મળી કુલ 3 ને લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે. આ ત્રણે શખ્સો દ્વારા ભાવનગરમાં નકલી સ્ટેમ્પ પેપરમાં ભાડા કરાર બનાવરાવીને ખોટા જીએસટીના ટીન નમ્બર મેળવતા હતા. સરકારને લાખો રૂપિયાનું નુકશાન કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભાવનગરના ત્રણ શખ્સોએ આર્થિક લાભ મેળવવા માટે નકલી સ્ટેમ્પ પેપર બનાવી તેમાં અલગ અલગ સ્ટેમ્પ વેન્ડરોના નોટરી સ્ટેમ્પનો ઉપયોગ કરી બનાવટી ડોક્યુમેન્ટ પર ટીન નમ્બર મેળવવા ખોટા ભાડા કરાર બનાવતા હોવાના કૌભાંડનો પોલીસે પર્દાફાર્શ કર્યો છે. આમ તો ભાવનગરમાં છેલ્લા ઘણા દિવસથી જીએસટીના બોગસ બિલિંગનો મામલો ચકડોળે ચડ્યો છે. તેમાં હવે ખોટા દસતાવેજનો ઉપયોગ થતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. ભાવનગર પોલીસમાં થયેલી ફરીયાદના અનુસંધાને શહેરના ગંગાજળિયા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં 1 વકીલ સહિત કુલ 3 ને પોલીસે ઝડપી લઈ ધૉરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરમાં અલકા રોડ પાસે રહેતા અને વકીલ તરીકેની પ્રેક્ટિસ કરતા અમીન ભોજાણી તેમજ સોનગઢના સાહિલ હાસમાણી વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમાં પ્રથમ તબક્કે 2 અને બાદ વધુ 1 મદદગારી કરનારા શખ્સ મળી કુલ 3 ને પોલીસે ઝડપી લીધા છે. ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગના કૌભાંડો ચાલી રહ્યાં છે. તેમાં અનેક મોટા માથા સઁડોવાયેલા છે, પરંતુ પોલીસના હાથમાં માત્ર નાના અને નવા નિશાળિયા ઝડપાઇ જાય છે. ભાવનગરના કેટલાક શખ્સો લોકો પાસેથી કોઈપણ રીતે ઑરિઝનલ ડોક્યુમેંટ લઇને તેના ડુપલીકેટ બનાવી નાખતા હોવાના કિસ્સા ભૂતકાળમાં અનેક વખત બહાર આવેલા છે. ત્યારે હવે પોલીસ આવા નકલી સ્ટેમ્પ પેપર બનાવીને લોકોને શીશામાં ઉતારનારા સામે કેવી કડક કાર્યવાહી કરશે તેના ઉપર લોકોની નજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે