કેવી રીતે જીવાશે ગુજરાતમાં! ગળા પર છરી રાખીને લૂંટારુંઓએ ચલાવી આ વસ્તુની લૂંટ, 5 ઝડપાયા

શહેરના અલકા ટોકીઝ નજીક અલંગના ભંગાર નો ડેલો ધરાવતા રફિકભાઈ ચૌહાણના ગોડાઉનમાં મોડી રાત્રે ઘુસી આવી છ જેટલા અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાં ચોકીદારના ગળા પર છરી રાખીને કોપર વાયરની લૂંટી કરી ફરાર થઈ ગયા હતા.

કેવી રીતે જીવાશે ગુજરાતમાં! ગળા પર છરી રાખીને લૂંટારુંઓએ ચલાવી આ વસ્તુની લૂંટ, 5 ઝડપાયા

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના અલકા ટોકીઝ નજીક આવેલા એક ભંગારના ડેલામાં ઘુસી છ જેટલા આવારા શખ્સોએ ચોકીદારના ગળા પર છરી રાખીને કોપર વાયરની લૂંટ ચલાવી હતી. જેની ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે 5 આરોપીઓને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે, જ્યારે ગુન્હેગારો બેફામ બની લોકોને લૂંટી રહ્યા છે, જેમાં શહેરના અલકા ટોકીઝ નજીક અલંગના ભંગાર નો ડેલો ધરાવતા રફિકભાઈ ચૌહાણના ગોડાઉનમાં મોડી રાત્રે ઘુસી આવી છ જેટલા અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાં ચોકીદારના ગળા પર છરી રાખીને કોપર વાયરની લૂંટી કરી ફરાર થઈ ગયા હતા. ભંગારના ડેલામાં ચોરી કર્યા બાદ આરોપીઓ એ સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી. તેમ છતા હાર્ડડિસ્ક સાબૂત હોવાથી સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. 

ચોકીદારના ગળે છરી મૂકીને કોપર વાયરની ચોરી
સીસીટીવીમાં ચોકીદારના ગળે છરી મૂકીને કોપર વાયરની ચોરી કરવાની ઘટના સામે આવી છે, અજાણ્યા શખસો માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર બનાવ અંગેની જાણ નીલમબાગ પોલીસ મથકને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ બાદ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી, મોબાઈલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ સહિત તપાસ કરતા લૂંટનો ભેદ માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલાઈ ગયો હતો.

પાંચ જેટલા આરોપીની પોલીસે કરી ધરપકડ
શહેરના વળવા તલાવડી વિસ્તારમાં આવેલા અલંગના વાયરનો ભંગાર રાખવાના ડેલામાં ચોકીદારને છરી બતાવી લૂંટને અંજામ આપનાર પાંચ જેટલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ ટોળકી દ્વારા વધુ કોઈ ચોરી કરી છે કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news